ભારતના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ આ દિવસોમાં T20 વર્લ્ડ કપ માટે અમેરિકામાં છે. તેને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, પરંતુ તે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં છે. શુભમને અમેરિકામાં ટીમ ઈન્ડિયાના ફોટોશૂટમાં ભાગ લીધો છે.

પોતાની દમદાર બેટિંગ સિવાય તે પોતાના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે. ક્યારેક તેનું નામ સારા તેંડુલકર સાથે તો ક્યારેક સારા અલી ખાન સાથે જોડાયું હતું. જો કે, કોઈએ ક્યારેય કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

શુભમનનું નામ આ અભિનેત્રી સાથે જોડાયું

હવે શુભમન ગિલ વિશે નવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગિલ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. તે ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે, તેણે આવા કોઈપણ દાવાને ફગાવી દીધા છે. રિપોર્ટ અનુસાર રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કર્યો અને તેને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો. જોકે, હવે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નથી.

રિદ્ધિમાએ શું કહ્યું?

રિદ્ધિમાએ કહ્યું, “જ્યારે હું સવારે જાગી તો ઘણા પત્રકારોએ મને લગ્ન વિશે પૂછવાનું શરૂ કર્યું. પણ કયા લગ્ન? હું અત્યારે લગ્ન નથી કરી રહી. જો મારા જીવનમાં આવું કંઈક બને, તો હું તમને કહીશ. અત્યારે આ સમાચારોમાં કોઈ સત્ય નથી, તમને જણાવી દઈએ કે રિદ્ધિમા શુભમન ગિલ કરતા નવ વર્ષ મોટી છે.

શુભમનની કારકિર્દી

24 વર્ષનો શુભમન ભારત માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં રમે છે. તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત સારી રમત દેખાડી છે. શુભમને 25 ટેસ્ટ મેચમાં 35.52ની એવરેજથી 1492 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી ફટકારી છે. ODIની વાત કરીએ તો તેણે 44 મેચમાં 2271 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ગિલની સરેરાશ 61.38 રહી છે. તેના નામે 6 સદી છે. જેમાં બેવડી સદીનો સમાવેશ થાય છે. ટી20માં શુભમને 14 મેચમાં 25.77ની એવરેજ અને 147.58ની સ્ટ્રાઈક રેટથી 335 રન બનાવ્યા છે.