શિલ્પા શેટ્ટી પરિવાર સાથે કેદારનાથ ધામ અને મા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે પહોંચી. ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શુક્રવારના રોજ શરૂ થઇ ગઇ છે. હજારો લોકો આશીર્વાદ લેવા માટે આવી રહ્યા. ત્યારે આ વચ્ચે બોલિવૂડની એક્ટ્રેસ શમિતા શેટ્ટી પણ બહેન શિલ્પા શેટ્ટી સાથે કેદારનાથમાં બાબા ભોલેનાથના દર્શન કરવા માટે પહોંચી છે. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મિડીયામાં વીડિયો શેર કર્યો છે જેમાં તેની માતા, બહેન શમિતા શેટ્ટી અને દીકરી સમીષા નજરે પડી રહી છે. બે દિવસ પહેલાં શિલ્પા કામાખ્યા મંદિરમાં દર્શન કરવા માટે ગઇ હતી. અહીંયા માતા સુનંદા શેટ્ટીની સાથે ગઇ હતી. . વાયરલ વીડિયોમાં, શિલ્પા શેટ્ટી તેની માતા અને બહેન શમિતા શેટ્ટી સાથે પોઝ આપતી જોવા મળે છે, પુત્રી શમિશાને તેના ખોળામાં તેના કપાળ પર ચંદન, તેની આંખો પર ચશ્મા અને તેના ચહેરા પર સ્મિત સાથે લઈ જાય છે.
ત્યારે શિલ્પા શેટ્ટી અને તેના પરિવારનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.. તેમજ શિલ્પા શેટ્ટી તેની માતા અને બહેન સાથે કેદારનાથ ધામ પહેલા કામાખ્યા મંદિરે ગઈ હતી. કામાખ્યા મંદિરની અભિનેત્રીના ઘણા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, કેદારનાથ ધામ અને કામાખ્યા મંદિરની મુલાકાત લેતા પહેલા અભિનેત્રી અને તેના પતિ રાજ કુન્દ્રા ED પ્રોપર્ટી જપ્તી કેસમાં ચર્ચામાં રહી ચૂક્યા છે. ગયા મહિને EDએ રાજ કુન્દ્રાની રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તમને જણાવી દઈએ કે, ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.