સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી ધ ડાયમંડ બજાર’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. દર્શકોને આ સિરીઝ પસંદ આવી રહી છે. આ એક પીરિયડ ડ્રામા સિરીઝ છે, જેમાં ઘણા કલાકારોએ કામ કર્યું છે. ભણસાલીની દરેક ફિલ્મ ચર્ચામાં રહે છે. ‘હીરામંડી ધ ડાયમંડ બજાર’તેમણે વેબ સિરીઝમાં ડેબ્યુ કર્યું છે. ઓછો સ્ક્રીન ટાઈમ હોવો છતાં રિચા ચઢ્ઢાની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ સિરીઝમાં કામ કરવાનો અનુભવ શેર કર્યો છે.

સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી ધ ડાયમંડ બજાર’ માં રિચા ચઢ્ઢાના લાજવીંતની ભૂમિકાની ઘણા પ્રશંસા થઈ રહી છે, ખાસ કરીને તેના દારૂવાળા ડાન્સ સીકવન્સે દર્શકોને પ્રભાવિત કર્યા છે. અભિનેત્રીએ હાલમાં જણાવ્યું હતું કે, સીન પરફેક્ટ કરવા માટે તેને દારૂ પીધો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, 30-40 ટેક પછી મેં વિચાર્યું કે મારે એક ક્વાર્ટર લેવું જોઈએ. રિચા ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે, મેં થોડો દારૂ પીધો પરંતુ હાલત વધારે ખરાબ થઈ ગયા હતા. હું મારા શરીરમાં સુસ્તી નહોતી ઈચ્છતી હતી. કદાચ થોડા સ્ટેપ્સ આગળ પાછળ થઈ શકતા હતા પરંતુ હું મારી ચાલ ઢાલમાં બદલાન નહોતી કરી શકતી. કેમ કે, આ ડાન્સ લજ્જોની ભાવનાઓને પણ વ્યક્ત કરી રહ્યો હતો. તેથી ભલે મંજૂરી મળવામાં સમય લાગ્યો હોય પરંતુ તેના માટે મેં ઘણી મહેનત કરી હતી..

આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શર્મિન સહગલ, અદિતિ રાવ હૈદરી, તાહા શાહ બદુશાહ, શેખર સુમન અને અધ્યયન સુમને જેવા ઘણા સ્ટાર્સ છે.