નિતેશ તિવારીની રામાયણ આ સમયની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. રણબીરને રામના રૂપમાં જોવા ચાહકો આતુર છે. હવે આ ફિલ્મને લઈને વધુ એક માહિતી સામે આવી છે. ‘ધ કેરલા સ્ટોરી’માં જોવા મળેલી અભિનેત્રી સોનિયા બાલાની પણ આ ફિલ્મમાં જોવા મળશે.રામાયણનું શૂટિંગ એપ્રિલમાં જ શરૂ થઈ ગયું હતું. ત્યારપછી આ ફિલ્મમાં કામ કરી રહેલા ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સોનિયા બાલાની નિતેશ તિવારીની રામાયણમાં ઉર્મિલાનો રોલ પ્લે કરશે. ધ કેરલા સ્ટોરીમાં તેની એક્ટિંગના ચાહકોએ વખાણ કર્યા હતા.હવે જો તેને રામાયણમાં રોલ મળશે તો તેના ફેન્સ ચોક્કસપણે ખુશ થશે. આ સાથે સોનિયા ટીવી એક્ટર રવિ દુબે સાથે એક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.બોલિવૂડ એક્ટર રણબીર કપૂર રામાયણમાં રામના રોલમાં જોવા મળશે જ્યારે સાઉથ એક્ટ્રેસ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મમાં સુપરસ્ટાર યશ પણ જોવા મળશે. સુપરસ્ટાર યશ રામાયણમાં રાવણનું પાત્ર ભજવશે. રિપોર્ટ્સનું માનીએ તો પલ્લવીએ આ ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.સોનિયાએ ધ કેરલા સ્ટોરીમાં આસિફાનું પાત્ર ભજવ્યું છે. સોનિયા ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી છે. તે અહીં ઝુલેલાલ ભવનમાં તેના પિતા રમેશ બાલાની અને તેના પરિવાર સાથે મીડિયા સાથે વાત કરી રહી હતી.