Pushpa: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. તાજેતરમાં જ સિનેમા હોલમાં એક મહિલાના મોતના મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. આ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની વાત થઈ હતી. હવે અલ્લુ અર્જુનને શુક્રવારે જ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. 

Pushpa: અલ્લુ અર્જુનની ધરપકડ કેમ કરવામાં આવી?

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘Pushpa-2’ 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની રિલીઝ પહેલા જ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેનું પ્રીમિયર યોજાયું હતું. અહીં ભીડ વધવાને કારણે એક મહિલાનું મોત થયું હતું. મહિલાની ઉંમર 35 વર્ષની હતી. મહિલાના મૃત્યુ બાદ પોલીસે આ મામલે અલ્લુ અને થિયેટરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હવે આ મામલે કાર્યવાહી કરતા પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુન અને તેના બોડીગાર્ડ સંતોષની ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસ અલ્લુ અર્જુનને ચિક્કાડપલ્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે, જ્યાં તેની આ કેસમાં પૂછપરછ કરવામાં આવશે. 

પોલીસ સ્ટેશનની બહાર ચાહકોની ભીડ

અલ્લુ અર્જુનની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનની બહાર ચાહકો પણ એકઠા થઈ રહ્યા છે. આ સાથે જ તેલંગાણાનું રાજકારણ પણ આને લઈને ગરમાવા લાગ્યું છે. BRS પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ કેટી રામારાવે આ અંગે પોસ્ટ કરી છે. જેમાં રામારાવે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુનની ધરપકડ સત્તામાં રહેલા લોકોની અસુરક્ષા દર્શાવે છે. મને મૃતકના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સંવેદના છે. પરંતુ આ માટે ખરેખર જવાબદાર કોણ? અલ્લુ અર્જુનની આ રીતે ધરપકડ ન થવી જોઈએ, ખાસ કરીને એવી કોઈ બાબત માટે જેના માટે તે સીધો જવાબદાર નથી