ચંદુ ચેમ્પિયનનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા અને કબીર ખાને મળીને પ્રોડ્યુસ કરી છે. આ પોસ્ટરે ફેંસ અને દર્શકોની એક્સાઈટમેન્ટ વધારી દીધી છે કારણ કે આ ફિલ્મમાં કાર્તિક એક બિલકુલ નવા અવતારમાં જોવા મળશે. પહેલુ પોસ્ટર સામે આવ્યા બાદ ફેંસની એક્સાઈટમેન્ટ અલગ જ જોવા મળી. તેના બાદ ફેંસ અને દર્શક બીજી સરપ્રાઈઝની રાહ જોઈ રહ્યા છે. એવામાં આ એક્સાઈટમેન્ટને બનાવી રાખવા માટે મેકર્સે ચંદૂ ચેમ્પિયનનું બીજુ અને સૌથી મોટુ પોસ્ટર જાહેર કરી બધાને સરપ્રાઈઝ કરી દીધા છે.

‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનનું કમિટમેન્ટ અને પ્રયત્ન તેમના બોડી ટ્રાન્સફોર્મેશનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શરૂઆતથી જ કાર્તિક આર્યન અને કબીર ખાન બન્નેને ફિલ્મમાં પાત્ર માટે એક ઓથેન્ટિક રેસલરની ફિઝિકનું લક્ષ્ય રાખ્યું હતું અને બીજા પોસ્ટરમાં તે વિઝનને સ્પષ્ટ જોઈ પણ શકાય છે. આ ફિલ્મ 14 જૂન 2024એ થિએટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન એક બોક્સરના પાત્રમાં જોવા મળવાનો છે, જેથી આ ફિલ્મમાં કાર્તિક તેના રોલથી ચોક્કસ ધમાલ મચાવશે. હાલમાં રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં કાર્તિકની બૉડી ફિઝીક્સ જોવા મળી રહ્યું છે. ચંદુ ચેમ્પિયન માટે કાર્તિક આર્યનને બોડી ટ્રાન્સફોર્મેશન માટે ખૂબ જ મહેનત કરી છે જે

એકદમ સ્પષ્ટપણે પોસ્ટરમાં દેખાઈ રહ્યું છે. શરૂઆતથી જ, કાર્તિક આર્યન અને કબીર ખાને ફિલ્મમાં પાત્ર માટે એક પ્રોફેશનલ રેસલર સાથે ટ્રેનીંગ કરી હતી. “ચંદુ ચેમ્પિયન” માટે કાર્તિકે તેના બૉડિનું ફેટ 40 ટકાથી 7 ટકા પર લાવ્યું હતું. તેમ જ આવા બૉડી ટ્રાન્સફોરમેશન માટે કાર્તિકે કોઈપણ શોર્ટકટ કે કૃત્રિમ પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર આવી બૉડી બનાવી છે. થોડા સમય પહેલા કાર્તિક આર્યનનો ‘ચંદુ ચેમ્પિયન’ ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરવાનો વીડિયો વાઇરલ થયો હતો. કાર્તિકના આ વીડિયોમાં તે 14 મહિના પછી રસમલાઈનો આનંદ માણતો જોવા મળ્યો હતો, એવું તેણે કહ્યું હતું. ફિલ્મના પાત્ર માટે કાર્તિકે અનેક બાબતોનું સેકરિફાઇઝ કર્યું હતું, જેથી તે ફિલ્મમાં બોકસરના રોલમાં તે કેવો લાગશે તે અંગે લોકો ઉત્સાહિત છે.