નતાશા સ્ટેનકોવિક પછી, ટીવી અભિનેત્રી નીતિ ટેલરે તેના સોશિયલ મીડિયા બાયોમાંથી તેના પતિની અટક હટાવી દીધી છે. જે બાદ નીતી ટેલરના છૂટાછેડાની અફવાઓ ઉડવા લાગી છે.


સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર ચારે તરફ હલચલ મચાવી રહ્યા છે. આ વચ્ચે પ્રખ્યાત ટીવી અભિનેત્રી નીતિ ટેલરના અલગ થવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. ‘કૈસી યે યારિયાં’ ફેમ નીતિ ટેલરે થોડા દિવસો પહેલા તેના સોશિયલ મીડિયા બાયોમાંથી તેના પતિની અટક બાવા કાઢી નાખી હતી. અભિનેત્રીએ તેના પતિની અટક હટાવતા જ અલગ થવાના સમાચારે વેગ પકડ્યો હતો.


‘કૈસી યે યારિયાં’ ફેમ નીતિ ટેલરે વર્ષ 2020માં તેના બાળપણના મિત્ર અને પ્રેમ પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા. લગ્નના 4 વર્ષ પછી નીતિ ટેલરના પતિથી અલગ થવાની અફવાઓ ત્યારે ઉભી થઈ જ્યારે તાજેતરમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પરથી પરીક્ષિત બાવાને અનફોલો કરી દીધી. એટલું જ નહીં તેણે પોતાના યુઝરનેમમાંથી પતિની સરનેમ પણ કાઢી નાખી. આ બધું જોઈને કહેવામાં આવ્યું કે નીતિ ટેલર અને તેના પતિ પરીક્ષિત બાવા વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ.


નીતિ ટેલરે છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી

નીતિ ટેલરના પતિએ છૂટાછેડાની અફવાઓ પર ટેલીચક્કરને તેની પ્રતિક્રિયા આપી છે. નીતિએ કહ્યું કે તેના અને પતિ પરીક્ષિત બાવા વચ્ચે બધુ બરાબર છે. અને તેણે જ્યોતિષીય કારણોસર પતિની અટક કાઢી નાખી છે. અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો છે કે પરીક્ષિત સાથેની તેની તસવીરો હજુ પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે, પરીક્ષિત બાવાને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી, અભિનેત્રીએ વર્ષ 2020માં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. નીતિ ટેલરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી કૈસી યે યારિયાં અને બડે અચ્છે લગતે હૈમાં જોવા મળી છે.