ટીવીના સૌથી ફેવરિટ સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની આગામી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તેના કન્ટેસ્ટન્સની કાસ્ટિંગ કરવામાં આવી રહી છે.જેમાં અનેક સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે પહેલા કરતાં વધારે મુશ્કેલ સ્ટંટ જોવા મળશે. આ બધાની વચ્ચે બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફની દીકરી અને ટાઈગર શ્રોફની નાની બહેન ક્રિષ્ણા શ્રોફનું નામ સામે આવ્યું છે. ક્રિષ્ણા શ્રોફ કન્ટેસ્ટન્ટ તરીકે શોમાં ભાગ લેવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ક્રિષ્ણા શ્રોફ લાઈમલાઈટથી દૂર રહે છે.
ક્રિષ્ના શ્રોફ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની કન્ફર્મ્ડ કન્ટેસ્ટન્ટ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિષ્ણા શ્રોફની સાથે ‘બિગ બોસ 13’ રનર અપ અસીમ રિયાઝ પણ આ શોનો ભાગ હશે.ક્રિષ્ણા શ્રોફની વાત કરીએ તો તે પોતાના ભાઈ ટાઈગર શ્રોફની જેમ સુપર ફિટ છે. ક્રિષ્ના શ્રોફ માત્ર ફિટનેસ મોડલ જ નહીં પરંતુ બિઝનેસ વુમન પણ છે.તે એક જીમ અને ફાઈટ ક્લબની માલકિન છે. તે યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રિએશન પણ કરે છે તેની એક વ્લોગિંગ ચેનલ પણ છે.ક્રિષ્ણા શ્રોફની ફિટનેસની વાત કરીએ તો તે પોતાની જાતને મેન્ટેન રાખવા માટે સખત મહેનત કરે છે. 31 વર્ષની ક્રિષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેમજ ક્રિષ્ણાએ પણ ભાઈ ટાઈગર શ્રોફની જેમ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લીધેલી છે.
તમને જણાવી દઈએ કે, ‘ખતરો કે ખિલાડી 14’ના સ્પર્ધકોની યાદીમાં ક્રિષ્ના શ્રોફ ઉપરાંત અસીમ રિયાઝ, અભિષેક કુમાર અને નિમૃત કૌર અહલુવાલિયાના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.તેમજ ઘણા ટીવી સ્ટાર્સના નામને લઈને અટકળો ચાલી રહી છે. તેમાં શોએબ ઈબ્રાહિમ, ધનશ્રી, મનિષા પાની, જિયા શંકર, અભિષેક મલહાના જેવા ઘણા નામ સામેલ છે.