બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ અનેક અભિનેત્રીઓ આવે છે અને જાય છે. પરંતુ આટલા વર્ષોમાં પણ કરીના કપૂર ખાનનો પ્રભાવ ઓછો થયો નથી. ગઈકાલે પણ તેનો ક્રેઝ લોકોના માથે ચડેલો હતો. આજે પણ તે ફેન્સની ફેવરિટ છે. એટલા માટે લોકો તેમની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત જાણવા માટે ઉત્સુક હોય છે. બુધવારે અભિનેત્રીએ તેના ચાહકોને એક મોટી ભેટ આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પટૌડી પેલેસની અંદરનો વીડિયો શેર કર્યો છે.


સાસુ શર્મિલા સાથે કરીનાની પહેલી એડ
વાસ્તવમાં કરીના કપૂરે સાસુ શર્મિલા સાથે તેની પહેલી જાહેરાત શૂટ કરી છે. નવી એડનું શૂટિંગ પટૌડી પેલેસમાં કરવામાં આવ્યું છે. જાહેરાતની શરૂઆત પટૌડી પેલેસના અદભૂત નજારાથી થાય છે. આ પછી, ગેટ દ્વારા ઘરની અંદર પ્રવેશ થાય છે. કરીના અને શર્મિલા બંને પોતાના રૂમમાં ખુશી સાથે નાચતા જોવા મળે છે.


સાસુ અને વહુના ચહેરા પરની ખુશી જોઈને તમે ખુશ થાઓ એ સ્વાભાવિક છે. બંનેની અદ્ભુત કેમેસ્ટ્રી તમારું દિલ પણ જીતી લેશે. શર્મિલા અને કરીનાના ફેન્સ તેમની એડ જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. એક ચાહકે કહ્યું કે એવરગ્રીન બ્યુટી. બીજાએ લખ્યું- પટોડી પેલેસ કે જન્નત. અન્ય એક ફેને લખ્યું બેબો ઈઝ ધ બેસ્ટ. જ્યારે કેટલાકે કહ્યું કે સાસુ અને વહુની જોડીનો કોઈ જવાબ નથી. અમુક ફેન્સે લખ્યું કે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય માટે પણ આવી જ જાહેરાત કરવી જોઈએ.