પહેલી મુલાકાત 1970માં ફિલ્મ ‘તુમ હસીન મેં જવાન’ના શૂટિંગ દરમિયાન થઈ હતી

ધર્મેન્દ્ર અને હેમા માલિની 2 મેના રોજ તેમના લગ્નની 44મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર હેમા માલિનીએ ધર્મેન્દ્ર માટે એક રોમેન્ટિક પોસ્ટ લખી છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે. એક વીડિયો પણ શેર કર્યો છે. આટલું જ નહીં, તેમની પુત્રી એશા દેઓલે પણ બંનેનો એક સુંદર રોમેન્ટિક ફોટો શેર કર્યો છે.

હેમા માલિની થયા રોમેન્ટિક
હેમા માલિનીએ ઘણા ફોટા ભેગા કરીને એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યું- ‘આજે અમારી લગ્નની વર્ષગાંઠ છે. અમે સાથે હતા તેને 44 વર્ષ થઈ ગયા. 2 સુંદર પુત્રીઓ અને પૌત્રીઓ અને આસપાસના પ્રેમાળ લોકો, આથી વધુ જીવન પાસેથી શું માંગી શકાય ? આ સુંદર દિવસે, હું એક પ્રશંસક દ્વારા બનાવેલ વિડિઓ શેર કરી રહી છું.

એશા દેઓલે તેના માતા-પિતા પર પ્રેમ વરસાવ્યો
હેમા ઉપરાંત તેની મોટી પુત્રી એશા દેઓલે પણ તેના માતા-પિતાને તેમની વર્ષગાંઠ પર વિશેષ રીતે અભિનંદન પાઠવ્યા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટામાં હેમા માલિની ધર્મેન્દ્રના ખભા પર માથું રાખી ઊભા છે અને બંને હસતા જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ લખ્યું- ‘હેપ્પી એનિવર્સરી મમ્મી અને પપ્પા. તમને ખૂબ પ્રેમ કરું છું.

બંનેએ 1980 માં લગ્ન કર્યા હતા
ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ વર્ષ 1980માં લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રને હેમાથી બે દીકરીઓ છે – આહાના અને એશા દેઓલ. હેમા પહેલા ધર્મેન્દ્રના લગ્ન થયા હતા. બંનેની પહેલી મુલાકાત 1970માં ફિલ્મ ‘તુમ હસીન મેં જવાન’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં બંને લીડ રોલમાં હતા. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને પરિણીત હોવા છતાં પણ ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા.