બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર હવે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળવાનો છે. રોહિત શેટ્ટી યુનિવર્સની ફ્રેન્ચાઈઝી ફિલ્મમાં અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં જોવા મળશે. ખલનાયક તરીકે અર્જુન કેવું અદ્ભુત પ્રદર્શન કરશે તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે, પરંતુ દેખાવની બાબતમાં અભિનેતાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હા…અર્જુન કપૂરે હાલમાં જ ‘સિંઘમ અગેન’માં તેના લૂકની ઝલક બતાવી છે. આ જોઈને અર્જુન કપૂરના ફેન્સનો ઉત્સાહ વધ્યો છે. ફોટો સાથે અપડેટ આપતાં અર્જુન કપૂરે કહ્યું છે કે તેણે ‘સિંઘમ અગેન’ સાથેના તેના કામનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

અર્જુન કપૂરે સિંઘમમાં પોતાનો ડેશિંગ લુક શેર કર્યો છે

અર્જુન કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અર્જુન સાથે રોહિત શેટ્ટી પણ જોવા મળી રહ્યો છે અને તેમની પાછળ એક ક્રેન ઉભી છે. જો કે અર્જુન કપૂરનો લુક સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, અભિનેતા લાંબી દાઢી, કુર્તા અને ધોતી સાથે જોવા મળે છે. અર્જુન કપૂરની સિંઘમ અગેઇનની આ ઝલક પણ ચાહકોને ઉત્તેજિત કરવા માટે પૂરતી છે.

અર્જુન કપૂરે આ ફોટો સાથે આપ્યું કેપ્શન

અર્જુન કપૂરે ફોટોની સાથે લાંબુ કેપ્શન પણ લખ્યું છે. અર્જુને લખ્યું – ‘મેં રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનનું શૂટિંગ પૂરું કર્યું છે, મારી 20મી ફિલ્મ, મારા કરિયરની અત્યાર સુધીની સૌથી અદ્ભુત ફિલ્મ. અર્જુન કપૂરની ‘સિંઘમ અગેન’ના અપડેટ પર જ્હાન્વી કપૂરે પોતાની પ્રતિક્રિયા આપી છે. જ્હાન્વી કપૂરે કોમેન્ટ સેક્શનમાં ફાયર અને ક્લેપના ઈમોજી શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, ‘સિંઘમ અગેન’માં અર્જુન કપૂરની સાથે અજય દેવગન, કરીના કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.