ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અંકિતા લોખંડેએ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના પતિ વિકી સાથે ફની અને ડાન્સ વીડિયો પોસ્ટ કરે છે. આ કપલ સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં આવ્યું હતું. શોમાં રહીને અભિનેત્રીને તેના વર્તનને કારણે ઘણી વખત ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો.હવે અભિનેત્રી ફરી એકવાર ટ્રોલના નિશાના પર છે. આ વખતે અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

થોડા સમય પહેલા અંકિતાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને જોઈને લોકોએ તેના માનસિક સ્વાસ્થ્ય પર સવાલો ઉભા કર્યા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં અંકિતા લોખંડે કેટલાક મિત્રો સાથે ડિનર કરી રહી છે.જ્યાં એક્ટ્રેસ અચાનક ડાન્સ કરવા લાગે છે, જે એકદમ ફની હતો. જો કે ટ્રોલ્સે અંકિતાના આવા અંદાજને જોઈને તેણે ટ્રોલ કરી. અને એક્ટ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તેની મેન્ટલ હેલ્થ સારી નથી તેથી તે આવો ડાન્સ કરી રહી છે.

તેના ચાહકોના સમર્થનથી ખુશ અંકિતાએ તે જ વીડિયો ફરીથી પોસ્ટ કર્યો અને લખ્યું કે તેને ડાન્સ કરવો ગમે છે અને તે પોતાની અંદર રહેલા બાળકને જીવંત રાખવાનું પસંદ કરે છે. તેણે ફેન્સનો સપોર્ટ કર્યો અને આભાર માન્યો. રિયાલિટી શો બિગ બોસ 17થી બહાર આવ્યા પછી અંકિતા લોખંડે સ્વીકાર કર્યું હતું કે તે પોતાની ફીલિંગ્સને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહી છે. તેને કહ્યું હતું કે, તે ટ્રોલિંગથી થાકી ગઈ છે. અંકિતાએ જણાવ્યું કે, બિગ બોસ 17થી બહાર થયા પછી તે અને વિકી બંને રિયાલિટી શોમાં એકબીજાની સાથે ખરાબ વ્યવહાર કરવા માટે ઘણા બધી વખત એક બીજાની માકી માંગી ચૂક્યા છે.