બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના જેટલા વખાણ થાય કેટલા ઓછા છે. એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફેસ્ટિવલ 2024માં પહોંચી ચૂકી છે અને અહીં તેને પોતાની સ્ટાઈલથી એવો જલવો દેખાડ્યો છે કે દુનિયાભરના લોકો જોતા રહી ગયા.ઐશ્વર્યા રાય બચ્ચને હાથના પ્લાસ્ટરને પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવી દીધું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાથમાં પ્લાસ્ટર સાથે એશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર વોક કરીને ગ્લેમ ગેમ ચેન્જ કરી દીધી છે. ઐશ્વર્યા રાયના આ લુકના વખાણ જોર શોરથી થઈ રહ્યા છે.

ઐશ્વર્યાની 12 વર્ષની દીકરી તેને રેડ કાર્પેટ સુધી પહોંચવામાં મદદ કરવા આગળ આવી. કેઝ્યુઅલ સ્ટાઇલિશ બ્લેક ટ્રેકસૂટમાં સજ્જ, આરાધ્યા તેની માતાની નજીક રહી અને કાળજીપૂર્વક તેનો હાથ પકડીને હોટેલથી કાર સુધી લઈ ગઈ. એક યુઝરે ટિપ્પણી કરી – વિશ્વાસ નથી કરી શકતો કે તે 12 વર્ષની છે. એકે લખ્યું- બચ્ચન પરિવારના મૂલ્યો.

ફેસ્ટિવલમાં આ વર્ષે ઐશ્વર્યા બ્લેક એન્ડ વાઈટ કલરના ગાઉનમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. એશ્વર્યા રાય બચ્ચનના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. તસવીરમાં જોઈ શકાય છે કે એશ્વર્યા રાયના જમણા હાથમાં પ્લાસ્ટર છે. પ્લાસ્ટર સાથે જ ઐશ્વર્યા રાયે વ્હાઇટ એન્ડ બ્લેક કલરના સ્ટાઇલિશ ગાઉનમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન આ લુકમાં ગજબની સુંદર લાગી રહી હતી. એશ્વર્યા રાયએ સ્ટાઇલિશ બ્લેક એન્ડ વાઈટ ગાઉનની સાથે કાનમાં ગોલ્ડ ઇયરિંગ્સ કેરી કરી છે. સાથે જ તેણે મેકઅપને સોફ્ટ રાખ્યો છે અને લાઈટ કલરનો લિપ શેડ કર્યો છે. તેણે વાળને પાર્ટીશન સાથે હાફ ટાઈ કર્યા છે અને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ઐશ્વર્યાએ રાયના આ લુકના વખાણ લોકો કરી રહ્યા છે. સૌ પહેલીવાર 2૦૦2માં તેણે કાન્સ ફેસ્ટિવમલાં ડેબ્યૂ કર્યું હતું.