આરતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પેરિસ હનિમૂનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં બંને એકબીજાની બાહોમાં ખોવાયેલા જોવા મળે છે.આ રોમેન્ટિક તસવીરોમાં આરતી સિંહ સફેદ રંગના શોટ ડ્રેસમાં જોવા મળી રહી છે. દીપક સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો.

આ હનિમૂન તસવીરો શેર કરતી વખતે આરતી સિંહે એક ખૂબ જ ખાસ કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું કે, દરરોજ પ્રેમમાં પડવું એ માત્ર તમારા પ્રેમના કારણે નહી પણ સન્માન માટે પણ છે. આરતીએ આગળ લખ્યું, આખરે મેં એફિલ ટાવરની બહાર મારા સપનાની તસવીર લીધી.. મેં વચન આપ્યું હતું કે મારા લાઈફ પાર્ટનર સાથે પેરિસની ટ્રીપ કરીશ.

આ પહેલા કપલ હનિમૂન માટે કાશ્મીર ગયું હતું. આરતીએ તેની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.આ સમય દરમિયાન પણ બંને એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક થઈ ગયા હતા. બંનેના આ ફોટા પણ ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા.

ગોવિંદાની ભત્રીજી આરતી સિંહે 25 એપ્રિલ 2024ના રોજ બિઝનેસમેન દિપક ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. આરતીના લગ્નમાં ટીવીની જાણીતી માનીતી અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. ગોવિંદા પણ શામેલ થયા હતા. તેમજ આરતી સિંહ લગ્ન પછી સાસરેથી અનેક નવી-નવી તસવીરો શેર કરીને ફેન્સને અપડેટ આપતી રહે છે. જો કે લેટેસ્ટમાં એક્ટ્રેસે હનીમૂનની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કર્યા પછી એક્ટ્રેસ ટ્રોર્લ્સના નિશાને ચડી ગઇ છે.