ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી, સ્ટાર્સના લિંક-અપના સમાચાર સામાન્ય છે. કેટલાક સ્ટાર્સના સંબંધોનો અઁત આવ્યો તો કેટલાકે પોતાના સંબંધોને લગ્નનું નામ આપીને આગળ વધ્યા.પરંતુ લગ્ન પછી પણ સંબંધો તૂટી ગયા.39 વર્ષની મુસ્લિમ એક્ટ્રેસ જેને નાના પડદા પર તો નામ કમાવ્યું છે પરંતુ બોલિવૂડ અને એટીટી પર પણ લોકોનું દિલ જીતી લીધું છે. તેને ઈન્ડસ્ટ્રીના એક ફેમસ એક્ટર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન 9 વર્ષ પછી તૂટી ગયા.

આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ સંજય લીલી ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીથી લોકોનું દિલ જીતનાર સંજીદા શેખ છે. હીરામંડીમાં તેને વહીદાની ભૂમિકા નિભાવી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. સંજીદા શેખે 9 વર્ષ પછી આમિર અલી સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેના પછી તે સહન કરવાનું હતું તે સરળ નહોતું. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના અંગત જીવન પરના તેના વિચારો વિશે ખુલીને વાત કરી છે. જ્યારે સંજીદાને હીરામંડીમાં તેની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે, મને લાગે છે કે આપણે નિશ્ચિત રીતે બદલાવ જોઈએ છે. મને વ્યક્તિગત રીતે લાગે છે કે તેની શરૂઆત તમારા પરિવારથી થાય છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સંજીદા શેખે કહ્યું હતું કે હું ખૂબ નસીબદાર રહી છું. મારો એક પરિવાર છે, જેણે મને મારા જીવનમાં મારા નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે આપણે એવા પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં દરેકને કોઈ પણ બાબત પર અમારા (મહિલાઓના) અભિપ્રાય સામે કોઈ વાંધો નથી અને અમારી પાસે ઈન્ડસ્ટ્રીમાં અને અન્ય જગ્યાએ આવા મહાન લોકો છે. વર્ષ 2021 માં, સંજીદા શેખે આમિર અલીથી છૂટાછેડા લીધા હતા અને તે દરમિયાન સંજીદાને પણ ઘણા ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. કેમ કે ત્યારે તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. હવે છૂટાછેડાના 3 વર્ષ પછી એક્ટર વર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી છે. જેને લઈને હંમેશાં તેને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.

એક્ટ્રેસે કહ્યું, મેં ક્યારે પણ મારી પર્સનલ લાઈફ વિશે સામે આવીને વાત નથી કરી. હું કેમ કેમેરાનો સામનો કરું, મારા પોતાના લોકો છે જેની સાથે હું મારું દુઃખ વ્યક્ત કરી શકું છું અને તે લોકો મને ગાઈડ કરે છે અને સલાહ પણ આપે છે. સંજીદાએ કહ્યું કે, ટ્રોલ્સની વાત કરીએ તો તેને કોઈ ફરક નથી પડતો. એક્ટ્રેસે કહ્યું કે, હું મારી દીકરીનો ઉછેર સારી રીતે કરી રહું છું. કામ કરવા માટે મોટિવેટ કરે છે.