પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાંથી ધરપકડ કરાઈ છે. CBIની માંગણી સ્વીકાર્યા બાદ બેલ્જિયમ સરકારે ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓ સાથે સંલગ્ન રહી હતી, જેથી આ કૌભાંડમાં સંલગ્ન આરોપીનો પકડ થઈ શકે.
2018માં મેહુલ ચોક્સી ભારતથી ફરાર થયો હતો અને તેના પર પંજાબ નેશનલ બેન્કમાં આશરે 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં મેહુલ અને તેની કંપની પર નફાની હેરફેર અને ખોટનો દાવો કરવામાં આવ્યો છે.

હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોક્સીના આ કૌભાંડને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોક્સીને સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત ન કરે.
ચોકસીની ધરપકડ બાદ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, કેન્દ્રની તપાસ એજન્સીઓ બેલ્જીયમ સરકાર પાસે તેનો જાપ્તો મેળવી ભારત લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો..
- Surat: SMCએ MD ડ્રગ મેન્યુફેક્ચરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, 6 આરોપીઓ રિમાન્ડ પર
- જ્યારે પણ કોઈ ભ્રષ્ટાચાર કરશે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ ઉઠાવશે: Dr. Karan Barot AAP
- Narmada: દેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી અટકી
- AAPએ કોંગ્રેસમાં મોટું ગાબડું પાડીને આણંદ જિલ્લાના રાજકીય સમીકરણો બદલી નાખ્યા: Manoj Sorathia
- ચૂંટણી પહેલા Biharમાં 3 પાકિસ્તાનીઓ ઘુસ્યા, મોટી આતંકવાદી ઘટનાઓને આપી શકતા અંજામ