મહારાષ્ટ્રના પુણેમાં બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલની બસમાં 26 વર્ષીય યુવતીને એક હવસખોરે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઘટનાના બે દિવસ બાદ આરોપી દત્તાત્રેય ગાડેની પુણે પોલીસે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે તેના ગામ શિરુરના શેરડીના ખેતરોમાંથી ધરપકડ કરી છે.
આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છૂપાયેલો હતો. પોલીસે આ કેસની તપાસ માટે 13 ટીમો બનાવી હતી. આરોપીને શોધવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં યુવતી પોતાની બસની રાહ જોતી હતી, તે વખતે આરોપીએ બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલી બસમાં ફોસવાવીને લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી હિસ્ટ્રીશિટર છે અને તે અગાઉ ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ચોરી જેવા કેસોમાં પણ આરોપી છે. હાલ તો પોલીસે તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Vadodara: ગાજરવાડીમાં સિલિન્ડર વિસ્ફોટથી ગભરાટ ફેલાયો! 4 લોકો દાઝી ગયા, સદનસીબે કોઈને ઈજા થઈ નથી
- Dahod: દાહોદમાં પણ હરિદ્વાર યાત્રાના નામે લોકો સાથે છેતરપિંડી, આયોજકો પૈસા વસૂલ્યા પછી ગાયબ
- Daman News: સમુદ્રમાં અચાનક મોટી ભરતી આવવાને કારણે એક પરિવાર નાના ટાપુ પર ફસાયો હતો, 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા
- Ahmedabad: શીલજ સર્કલ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના ધારાસભ્યનો ભત્રીજો ગુનેગાર, પોલીસની ધરપકડ બાદ મળ્યા જામીન
- Jamnagar: કાલાવડ અને જામનગર શહેરમાં વાહન અકસ્માતના બે બનાવો, ખીમાણી સણોસરામાં એક કાર ચાલકે દસ વર્ષના બાળકને ટક્કર મારી




