મહારાષ્ટ્રના પુણેમાં બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલની બસમાં 26 વર્ષીય યુવતીને એક હવસખોરે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઘટનાના બે દિવસ બાદ આરોપી દત્તાત્રેય ગાડેની પુણે પોલીસે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે તેના ગામ શિરુરના શેરડીના ખેતરોમાંથી ધરપકડ કરી છે.
આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છૂપાયેલો હતો. પોલીસે આ કેસની તપાસ માટે 13 ટીમો બનાવી હતી. આરોપીને શોધવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં યુવતી પોતાની બસની રાહ જોતી હતી, તે વખતે આરોપીએ બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલી બસમાં ફોસવાવીને લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી હિસ્ટ્રીશિટર છે અને તે અગાઉ ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ચોરી જેવા કેસોમાં પણ આરોપી છે. હાલ તો પોલીસે તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Amreli : પોલીસે દેશી દારૂની ફેક્ટરી ઝડપી, અધધ..1 લાખનો મુદ્દામાલ જપ્ત
- અદાણી ગ્રુપ ડેટા સેન્ટરમાં રોકાણ વધારીને $10 બિલિયન કરશે : Bloomberg report
- Adani ગ્રુપના શેરમાં તીવ્ર વધારો થશે! બ્રોકરેજ BUY રેટિંગ આપે છે, 44% વધારાનો લક્ષ્યાંક
- આંધ્રપ્રદેશમાં Adani નો સૌર પ્રોજેક્ટ આશાનું કિરણ લાવ્યું, જાણો શું ફાયદો થશે?
- Pahalgam Terrorist Attack પર LG અને CMનું નિવેદન આવ્યું બહાર