Today’s Stock Market : બીએસઈ સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 493.84 પોઈન્ટ ઘટીને 79,308.95 પોઈન્ટ પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 122.45 પોઈન્ટ ઘટીને 24,008.65 પર પહોંચ્યો હતો.
સોમવારે બજારમાં સારો ઉછાળો નોંધાયો હતો. નબળી શરૂઆત બાદ છેલ્લા કેટલાક કલાકોમાં બજારે ફરી વેગ પકડ્યો હતો, જેના કારણે BSE સેન્સેક્સ 445.29 પોઈન્ટ વધીને 80,248.08 પર બંધ થયો હતો. આ રીતે ફરી એકવાર સેન્સેક્સ 80 હજારના સ્તરને પાર કરી ગયો. નિફ્ટીમાં પણ આજે સારો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી 50માં 146.15 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટી 24,277.25 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા, મારુતિ, ટાટા વગેરે જેવા સેન્સેક્સ શેરોએ સારો ફાયદો નોંધાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સોમવારે શરૂઆતી કારોબારમાં સ્થાનિક શેરબજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. વિદેશી રોકાણકારોના સતત ઉપાડને કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 493.84 પોઈન્ટ ઘટીને 79,308.95 પોઈન્ટ પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 122.45 પોઈન્ટ ઘટીને 24,008.65 પર પહોંચ્યો હતો. નિરાશાજનક આર્થિક ડેટાની પણ બજાર પર અસર જોવા મળી હતી. શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, મેન્યુફેક્ચરિંગ અને માઈનિંગ સેક્ટરના નબળા પ્રદર્શન અને નબળા વપરાશને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર લગભગ બે વર્ષમાં સૌથી નીચા સ્તરે ઘટીને 5.4 ટકા પર આવી ગયો છે.