Rahul Gandhi : સ્પુટનિક ઈન્ડિયાના અહેવાલ મુજબ, મોસાદે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)ના પ્રમુખ સેમ પિત્રોડાના હોમ સર્વરને નિશાન બનાવીને એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન, મોસાદને એન્ક્રિપ્ટેડ ચેટ રૂમ અને ગુપ્ત બેકચેનલ કોમ્યુનિકેશનના નિશાન મળ્યા જે કથિત રીતે રાહુલ ગાંધી અને હિન્ડનબર્ગ રિસર્ચ ટીમ વચ્ચે વાતચીતનો સંકેત આપે છે.

ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે કોંગ્રેસ નેતા Rahul Gandhi અને અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ વચ્ચેના સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. ‘સ્પુટનિક ઈન્ડિયા’એ પોતાના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોસાદે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (IOC)ના વડા અને રાહુલ ગાંધીના નજીકના સાથી સેમ પિત્રોડાના હોમ સર્વરને નિશાન બનાવીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

સ્પુટનિક ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ઓપરેશનનો હેતુ એ જાણવાનો હતો કે શું ભારતની વિપક્ષી પાર્ટીનું હિંડનબર્ગ રિસર્ચ સાથે કોઈ કથિત સાંઠગાંઠ છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાન્યુઆરી 2023માં અદાણી ગ્રૂપ પર શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રોડના ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે, હવે હિંડનબર્ગ રિસર્ચે તેનો બિઝનેસ બંધ કરી દીધો છે.

સ્પુટનિક ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે આ ગુપ્ત ઓપરેશન દરમિયાન મોસાદને એનક્રિપ્ટેડ ચેટરૂમ્સ અને ગુપ્ત બેકચેનલ કોમ્યુનિકેશનની કડીઓ મળી હતી, જે કથિત રીતે રાહુલ ગાંધી અને હિંડનબર્ગ રિસર્ચની ટીમ વચ્ચેના સંચારનો સંકેત આપે છે. આ સંવાદોનો ઉદ્દેશ્ય ગૌતમ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંનેને નબળા પાડવાનો હતો.

આ પણ વાંચો..