નાણાકીય વર્ષ 2024-25 (FY25)માં Adani Group તેની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેનો નેટ ડેટ-ટુ-EBITDA રેશિયો ઘટીને 2.6 ગણો થઈ ગયો છે, જે નાણાકીય વર્ષ 2019 માં 3.8 ગણો હતો. આ માહિતી ગ્રુપના નવીનતમ નાણાકીય અને ક્રેડિટ રિપોર્ટમાં આપવામાં આવી છે.

EBITDA માં રેકોર્ડ વધારો
માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા વર્ષમાં અદાણી પોર્ટફોલિયોએ ₹89,806 કરોડનો રેકોર્ડ EBITDA (વ્યાજ, કર, ઘસારો પહેલાંની કમાણી) નોંધાવ્યો હતો, જે પાછલા વર્ષ કરતાં 8.2% વધુ છે. આમાંથી, લગભગ 82% આવક ગ્રુપના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયમાંથી આવી હતી, જેમાં અદાણી એન્ટરપ્રાઈઝીસ હેઠળ યુટિલિટીઝ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
રોકડ અનામત અને દેવાની ચુકવણીની સ્થિતિ
31 માર્ચ, 2025 સુધીમાં, Adani Group પાસે ₹53,843 કરોડનું રોકડ ભંડોળ હતું, જે તેના કુલ દેવાના 18.5% છે. આ રકમ 21 મહિના માટે લોનના હપ્તા ચૂકવવા માટે પૂરતી છે. ગ્રુપની નીતિ એ છે કે ઓછામાં ઓછા 12 મહિના અને 1 દિવસના સમયગાળા માટે દેવાની ચુકવણી કરવા માટે રોકડ હાથમાં રાખવી.
સારી સંપત્તિ ગુણવત્તા અને ઓછા વ્યાજ દર
નાણાકીય વર્ષ 2025 માં જૂથના કુલ EBITDA ના લગભગ 90% AA અથવા તેનાથી ઉપરના ક્રેડિટ રેટિંગ ધરાવતી સ્થાનિક સંપત્તિઓમાંથી આવ્યા હતા. છ વર્ષ પહેલાં, આ આંકડો ફક્ત 48% હતો. આ વર્ષે, EBITDA નો લગભગ 50% હિસ્સો AAA રેટેડ સંપત્તિઓમાંથી આવ્યો હતો.
આ જ સમયે, લોન પર સરેરાશ વ્યાજ દર ઘટીને 7.9% થયો છે, જે નાણાકીય વર્ષ 24 માં 9% અને નાણાકીય વર્ષ 19 માં 10.3% હતો. આ સાથે, વ્યાજ કવરેજ રેશિયો પણ વધીને 2.3 ગણો થયો છે, જે ગયા વર્ષે 2.0 ગણો હતો.
કુલ સંપત્તિમાં વધારો
નાણાકીય વર્ષ 2025 માં, જૂથે ₹1.26 લાખ કરોડની નવી સંપત્તિ ઉમેરી, જેનાથી કુલ સંપત્તિ ₹6.1 લાખ કરોડ થઈ ગઈ. કામગીરીમાંથી ભંડોળનો પ્રવાહ પણ 13.6% વધીને રૂ. 66,527 કરોડ થયો. આનાથી જૂથની દેવા વહન ક્ષમતા અને સંપત્તિ ગુણવત્તામાં સુધારો થયો છે.
આ પણ વાંચો..
- Russia Ukraine War : ‘રશિયા ઇચ્છતું નથી કે યુક્રેન શરણાગતિ સ્વીકારે, આખો દેશ આપણો છે’ વ્લાદિમીર પુતિન
- UPSC પ્રતિભા સેતુ શું છે, કોને અને કેવી રીતે લાભ મળશે? આ યોજના સંબંધિત તમારા બધા પ્રશ્નોના જવાબ જાણો
- Britain: પેલેસ્ટાઇન સમર્થકો બ્રિટનના એરબેઝમાં ઘૂસી ગયા, બે વિમાનોને નુકસાન પહોંચાડ્યું; આરોપીઓની શોધ ચાલુ છે
- Tesla: ભારતમાં ટેસ્લાની રાહ પૂરી થઈ, ચીની કાર સાથે પ્રવેશ કરશે, અહીં પહેલો શોરૂમ ખુલશે
- Salman khan: 59 વર્ષની ઉંમરે લશ્કરી અધિકારી બનશે, આ રીતે કરી રહ્યો છે આગામી ફિલ્મ માટે તૈયારી