Ahmedabad : હાંસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
લલ્લુરામના અન્ય સમાચારની લિંક નીચે આપેલી છે.
- જમાલપુર બ્રિજ પાસે AMTS બસ સ્ટ્રીટલાઇટ સાથે અથડાઈ, ડ્રાઇવર ઘાયલ
- Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર ₹6 કરોડથી વધુ કિંમતનો 6.6 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત, ફ્લાયર પકડાયો
- Rashifal: કેવો રહેશે આજનો દિવસ? જાણો કોના પર વરસશે ભગવાનની કૃપા
- Iran: ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું – અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા તૈયાર; ટ્રમ્પ સમક્ષ આ શરત મૂકો
- Rishabh shetty: આશુતોષ ગોવારિકર ઋષભ શેટ્ટી સાથે સમ્રાટ કૃષ્ણદેવરાય પર ફિલ્મ બનાવશે, તે સમગ્ર ભારતમાં રિલીઝ થશે