Ahmedabad : નરોડામાં આવેલ ફ્લેટની લોબીમાં બાળકીની રમવાની તકરારમાં બે મહિલા પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલ એક મહિલાએ બીજી મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ અંગે મહિલાએ પાડોશી મહિલા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ નરોડામાં આવેલ હેવન હાઇટ્સ ફ્લેટમાં 42 વર્ષિય હંસાબેન પરમાર પરિવાર સાથે રહે છે.હંસાબેનની 15 વર્ષિય દીકરી તેમના ફ્લેટની લોબીમાં રમતી હતી. ત્યારે ત્યાં ફ્લેટમાં રહેતા ભૂમિબેન દરબારે તમારી દીકરી કેમ લોબીમાં રમે છે તેમ કહી બોલચાલી કરી હતી. પરંતુ હંસાબેને કોઇ માથાકુટ કરી ન હતી. બીજી તરફ્ ગઇકાલે બપોરે હંસાબેનની ભાણી ફ્લેટની લોબીમાં રમતી હતી. ત્યારે એક વાગ્યે ભુમિબેન ત્યાં આવી ગયા હતા અને ગુસ્સે થઇ ગયા હતા.
તેમણે હંસાબેનને બોલાવી કહ્યું હતું કે કેમ આ છોકરી અહીંયા રમે છે. બાદમાં તેઓ જેમ ફવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી હંસાબેને ગાળો ન બોલવા કહ્યું હતું ત્યારે ભુમિબેને ગુસ્સે થઇને ચપ્પુ વડે હંસાબેન પર હુમલો કરી ભુમિબેન ત્યાંથી પલાયન થઇ ગયા હતા. આ અંગે હંસાબેનેભૂમિબેન સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ પણ વાંચો…
- Flydubai: કોકપિટમાં બનેલી ઘટના બાદ તેલ અવીવની ફ્લાઇટ્સ સ્થગિત; ફ્લાયદુબઈના સીઈઓએ કહ્યું કે તપાસથી હકીકતો બહાર આવશે
- શું સામાન્ય CBC ટેસ્ટ દ્વારા બ્લડ કેન્સર (રક્તનું કેન્સર) જાણી શકાય છે? કેન્સર નિષ્ણાત પાસેથી જાણો
- શું EMI વધવા જઈ રહ્યા છે? 7 ઓક્ટોબરે નિર્ણય લેવાશે
- imran khanની પાર્ટીની જાહેરાતથી શાહબાઝ સરકાર ચિંતિત; પીટીઆઈ (PTI) નેતાઓ સાથે વાતચીત – કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?
- sara: આયુષ્માન-સારાની ‘ઉડતા તીર’ બીજી વખત મુલતવી; નવી રિલીઝ તારીખ જાહેર




