કાજલબેન ઠક્કરનો રીપોર્ટ..

Ahmedabad : અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાદે બાંગ્લાદેશીઓને મદદ કરનાર લલ્લા બિહારી નામનો માસ્ટર માઇન્ડ સામે આવ્યો હતો.

મૂળ અમદાવાદનો રહેવાસી આ લલ્લા બિહારીને ભારે જહેમત બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લલ્લા બિહારી કોઈ પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથ નહતો લાગ્યો. જોકે, આ વિશે તપાસ કરતા બાદમાં તે પોલીસની પકડમાં આવી ગયો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માત્ર લલ્લા બિહારી જ નહીં પરંતુ, સ્થાનિક કેટલાંક રાજકીય નેતાઓ પણ ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓને મદદ કરતા હતાં. જે આ ગેરકાયદે આવનારા લોકોના દસ્તાવેજ બનાવી આપવાનું કામ કરતા હતાં. લલ્લા બિહારીની પૂછપરછ બાદ ટૂંક સમયમાં આવા રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો..