Ahmedabad : નિકોલમાં વરસાદ શરૂ થવા પહેલા અને બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ગોપાલ ચોકની સમસ્યાના કારણે નિકોલના ઘણાં વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા હતા.
જેમાં પણ મુખ્ય માર્ગ ઉપર જેવા કે જીવણવાડી રોડ, ગોપાલ ચોક, એમ જી રોડ, ભક્તિ સર્કલથી અમર જવાન સર્કલ રોડ, નિકોલ ગામ રોડ આવા અનેક રોડ ઉપર ખોદકામ કર્યું હોવાથી માટીના કારણે વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલી ઉભી થઈ રહી હતી.
આ તરફ પમ્પિંગ સ્ટેશન પર ભારણ વધી જતાં નિકોલના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગોપાલ ચોક પર લાંબા સમયથી સર્જાતી ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે સ્થાનિક જનતા અને નરોડા, ઠક્કરબાપા નગર જતાં લોકો પરેશાન થયા અને તેમનો આરોપ છે કે, વરસાદ બંધ થતાની સાથે જ ગટરના પાણી તંત્રએ રસ્તા પર છોડયા છે. જેથી સ્થાનિક લોકોને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો..
- Ceasefire: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ, ત્રણેય સેના પ્રમુખ પીએમ મોદીને મળવા પહોંચ્યા
- Rajkot : સત્તાધીશોના મનઘંડત નિયમો, હવે આ મંજૂરી લેવી પડશે..
- Rajkot : જામકંડોરણા ખનીજ ચોરી પર તંત્ર ત્રાટક્યુ, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
- Rajkot : અમિત ખુંટના આપઘાત મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
- Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ કરાશે, 7 વાગ્યાથી બધું બંધ