ગુજરાતમાં ભારે વરસાદથી મોટાભાગની નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં મેઘમહેર થતા ધરોઈ ડેમની જળસપાટી વધી છે, જેના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પગલે સાબરમતી કાંઠે વસતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું છે.
સાબરમતીમાં પાણી છોડાયું
સાબરમતી નદીમાં પાણી છોડાતા નદીના પ્રવાહમાં વધારો થયો છે. મહેસાણાથી સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું છે. આ સિવાય ગાંધીનગરના સંત સરોવરમાંથી 60 હજાર ક્યૂસેક અને વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 31 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે.
રિવરફ્રન્ટ વોક-વે બંધ
સાબરમતીમાં વધેલા વહેણને કારણે રિવરફ્રન્ટ સુધી પાણી પહોંચી ગયું છે. જેના કારણે રિવરફ્રન્ટનો વોક-વે આવનારા આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને નદીની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે. નદી કાંઠે વસતા લોકોને હાઈ એલર્ટ રાખવામાં આવ્યા છે.
7 લોકોનું રેસ્ક્યુ
24 ઓગસ્ટે વડનગર તાલુકાના જૂની વાગડી ગામે રામાપીર મંદિર નજીક સાબરમતીમાં વધેલા પ્રવાહથી 7 લોકો ફસાઈ ગયા હતા. સામે કાંઠે બે ટ્રક સાથે અટવાયેલા લોકોને એનડીઆરએફની ટીમે સમયસર બચાવી લીધા હતા.
ધરોઈ ડેમના 4 દરવાજા ખોલાયા
ધરોઈ ડેમ હાલ 58 ટકા કરતાં વધુ ભરાયો છે. હાલમાં 59,444 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 58,880 ક્યૂસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. સાબરમતી કાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ વધતા મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયો છે. હાલ ડેમ 94.20 ટકા ભરાયો છે.
પાણીની સારી આવક
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમની જળસપાટી સતત વધી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી પાણીનો પુરવઠો યથાવત છે. ડેમમાં પાણીની સારી આવક થવાથી રાજ્યના જળાશયોમાં પણ સારો સંગ્રહ થયો છે. આ સ્થિતિએ આગામી વર્ષે પીવાના પાણીની કોઈ મોટી સમસ્યા નહીં રહે તેવી આશા છે.
આ પણ વાંચો
- Ahmedabad: સાબરમતી નદીમાં પૂરનું જોખમ, વાસણા બેરેજના 28 દરવાજા ખૂલ્યા, રિવરફ્રન્ટ વોક-વે પાણીમાં ગરક
- Surat: ગણેશ ચતુર્થી પૂર્વનો વીકએન્ડ ગણેશ આગમનનો ખાસ દિવસ બન્યો
- Jharkhand: ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ઘરે ધરપકડ, વિરોધમાં RIMS-2 જમીન પર ખેડાણ કરવાના હતા
- AMC એ 10 વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹200 કરોડ ખર્ચ્યા, છતાં વરસાદી પાણી ઓસરવામાં કલાકો
- Greater Noida: પત્નીને સળગાવીને હત્યા કરનાર વિપિનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું, તેના પગમાં ગોળી મારી દીધી