Ahmedabad : ઉનાળા વેકેશનને લઇને અમદાવાદ, મણિનગર, વટવા, અસારવા, સાબરમતી સહિતના રેલવે સ્ટેશનો પર ટિકિટ લેવા માટે લાંબી લાઇનો લાગી છે. મુસાફરોના અતિભારે ધસારા વચ્ચે બે કલાકે નંબર આવતો હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે. ભીડ નિયંત્રણ કરવામાં, વધુ ટિકિટ બારી ખોલી મુસાફરોની હાલાકી ઓછી કરવામાં રેલવે તંત્ર સદંતર નિષ્ફળ નિવડયું હોવા અંગેનો રોષ મુસાફરો ઠાલવી રહ્યા છે.
સ્ટેશન પરના ટિકિટ વેન્ડિંગ મશીનો પણ આ ધસારાને પહોંચી વળવા સક્ષમ નથી. સૌથી વધારે ખરાબ હાલત તત્કાલ ટિકિટ લેવા માટે આવતા મુસાફરોને વેઠવી પડી રહી છે. સવારે 10 કલાકે એસી કોચની અને 11:00 કલાકે સ્લીપર કોચની ટિકિટો માટેની બારીઓ પર ભારે ધસારો જોવા મળે છે.
અમદાવાદથી ઉત્તર ભારત તરફ હાલ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે તા.20 મેને મંગળવારે અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનોના સ્લીપર ક્લાસની સ્થિતિ જોઇએ તો અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેનમાં 147 વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.
કાનપુર જતી પારસનાથ એક્સપ્રેસમાં 111, પટના જતી ટ્રેન નં. 09407માં 150 વેઇટિંગ જોવા મળતું હતું. જ્યારે પટના જતી બીજી ટ્રેન 19483માં તો નો-રૂમના પાટિયા વાગ્યા હતા. દિલ્હી જતી 14312 નંબરની ટ્રેનમાં પણ નો-રૂમની સ્થિતિ જોવા મળી હતી. જયપુર જતી અરાવલી એક્સપ્રેસમાં પણ નોરૂમના પાટિયા વાગ્યા હતા.
આ પણ વાંચો..
- Gujarat Weather: રાજ્યના 8 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા, IMDએ આપી અપડેટ
- રાજ્યમાં વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો જાહેર: CM Bhupendra Patel
- Ahmedabad: બાળ લગ્ન કેસમાં અમદાવાદ પોલીસે FIR દાખલ કરી, છ વ્યક્તિઓના નામ
- Gujaratનો Dharoi dam બન્યો એક નવું પ્રવાસન આકર્ષણ, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
- Gujaratના આ 6 રેલ્વે સ્ટેશનોની બદલાઈ ગઈ હાલત, મુસાફરોને મળશે શાનદાર અનુભવ