Ahmedabad : ક્રાઈમ બ્રાંચે આંતરરાજ્ય કાળાબજારના જથ્થાને ઝડપી પાડી દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે 2.904 કિલોગ્રામ “એમ્બરગ્રીસ” જેને સામાન્ય ભાષામાં સ્પર્મવ્હેલ માછલીની ઉલ્ટી કહે છેસાથે ચાર ઈસમોની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત અને દુર્લભ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ હોય છે અને તેની કિંમત રૂપિયા 2 કરોડ 90 લાખથી વધુ આંકવામાં આવી છે.આમીર મનસુરી નામનો ઈસમ સ્પર્મવ્હેલની ઉલ્ટી લઈને સુરતમાંથી અમદાવાદ આવીને તેનો વેચાણ પ્રયાસ કરી રહ્યો હતો.
ક્રાઈમ બ્રાંચે તે અંગે માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી કરતાં આમીરને પકડી પાડ્યો હતો. તેની પાસેથી મળેલા મોબાઇલમાં એમ્બરગ્રીસના વિડીયો મળતા, તપાસનો ધોરવો સુરત સુધી પહોંચ્યો. પછી એક ટીમે સુરત શહેર ખાતે રેડ પાડતાં ઉસમાન શેખના ઘરે પરથી મોટો જથ્થો 2.904 કિગ્રા એમ્બરગ્રીસ મળી આવ્યો. ધરપકડ દરમિયાન પકડાયેલા અન્ય ઈસમોમાં સહાદતઅલી ઉર્ફે બાબુ, મોહમદ હનીફ અને આમીર મનસુરીનો સમાવેશ થાય છે.
ચારેયની સામે તસ્કરી અને વન્યપ્રાણી સંરક્ષણ કાયદાની તજવીજ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમ્બરગ્રીસ વૈશ્વિક સ્તરે મોંઘા પર્ફ્યુમ તથા દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. વિલુપ્ત પ્રાણીના શરીરથી મળતો હોવાથી તેના વેચાણ પર ભારતમાં કાયદેસર પ્રતિબંધ છે. ક્રાઈમ બ્રાંચે આગળની તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ અન્ય ભેજાબાજોની શોધખોળ કરવામાં આવી રહી છે જેથી આવાં કૃત્યો પર રોક લગાવી શકાય.
અમારા વધુ અહેવાલની લિંક અહીંયા છે.
- Sharad pawar: લડકી બહેન યોજનામાં ૧૬૪ કરોડ રૂપિયાનું કૌભાંડ, વિપક્ષનો દાવો છે કે તે પુરુષો પર નિર્દેશિત છે; SIT ની માંગણી
- Bhaibeej: ભાઈબીજ પર રાહુનો પડછાયો હોવાથી, તમારા ભાઈને તિલક લગાવવાનો આ સૌથી શુભ સમય
- JD vance: અમેરિકી સૈનિકો ગાઝામાં ઉતરશે નહીં,” વાન્સે ઇઝરાયલની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ટ્રમ્પનું લક્ષ્ય શાંતિ જાળવવાનું
- Aneet padda: જો અહાન નહીં, તો કોણ… અનીતને તેનો નવો “સૈયારા” મળ્યો, જેને બધાની સામે પ્રપોઝ
- Island: આઇસલેન્ડમાં પહેલી વાર મચ્છર કેમ દેખાયા, જેના કારણે દુનિયામાં ફક્ત એક જ જગ્યા બાકી રહી ગઈ જ્યાં આ પ્રજાતિ મુક્ત