Ahmedabad: નળસરોવર પોલીસે ઝડપ્યું હનીટ્રેપનું મોટું રેકેટ. હનીટ્રેપના રેકેટમાં બે મહિલા, બે પુરુષો સહીત 5ની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીઓ એપ્લિકેશનથી સંપર્કમાં આવ્યા પછી મળવા બોલાવતા અને મુલાકાત બાદ નકલી અધિકારી બની રેડ કરતા હતા. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે આરોપીઓએ અત્યાર સુધીમાં 5 લોકોને ફસાવી ચુક્યા છે અને કેટલા રૂપિયા નો તોડ કર્યો તે હાલ જાહેર નથી કર્યું
Ahmedabad શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને આ ગેંગ દ્વારા હનીટ્રેપનો શિકાર બનાવામાં આવ્યો હતો જેમાં તેને નળસરોવર નજીક બોલાવી પોલીસ હોવાનો રોફ જમાવી ડરાવ્યો અનેં રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને યુવકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી સાણંદના એક જ્વેલરી શોપમાંથી સાડા ચાર લાખની કિંમતના દાગીના ખરીદી કર્યા
આ ગેંગની બે યુવતી સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા જેમાં જાનકી ઉપરા, નાસીર જસરાયા, કૌસર પિંજારા, રાજ કોટાઇની ધરપકડ કરવામાં આવી છે તે ઉપરાંત તેમના સાથી સાહિલ વાઘેલા જે રાજકોટનો છે તેને પણ પોલીસે દબોચી લીધો અને આરોપીઓ પાસેથી દાગીના, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો