ગુજરાતના Ahmedabad શહેરમાં એક મહિલા પાસેથી સોનાની ચેઈન આંચકી લેવા બદલ પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જો કે જ્યારે આરોપીએ દાવો કર્યો કે તે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ (MLA)ધારાસભ્યનો પુત્ર છે ત્યારે પોલીસકર્મીઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
આ અંગે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે આરોપીનું નામ પ્રદ્યુમન સિંહ ચંદ્રાવત છે. જેની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હાલમાં પોલીસ તેમના દાવાની તપાસ કરી રહી છે અને તેની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જેએસ કંડોરિયાએ જણાવ્યું કે ચંદ્રાવતે 25 જાન્યુઆરીના રોજ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક વરિષ્ઠ નાગરિક પાસેથી સોનાની ચેઈન આંચકી લીધી હતી.
કંડોરિયાએ કહ્યું, ‘તેમની ધરપકડ બાદ ચંદ્રાવતે અમને કહ્યું કે લગભગ 17-18 વર્ષ પહેલાં તેના પિતા ધારાસભ્ય હતા. અમે હાલમાં તેના દાવાની ચકાસણી કરી રહ્યા છીએ. આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ‘આરોપી એક ખાનગી પેઢીમાં કામ કરે છે. તે પડોશી રાજ્ય મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મલહેરા ગામનો રહેવાસી છે અને અમદાવાદના થલતેજ વિસ્તારમાં પીજી (પેઇંગ ગેસ્ટ)માં રહે છે.

પોલીસે જણાવ્યું કે ઘટના દરમિયાન, આરોપીએ ગુરુકુલ રોડ પર મહિલાનો પીછો કર્યો અને તેની સોનાની ચેઈન છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને જ્યારે ચેઈન તૂટ્યો નહીં તો તેણે ‘વાયર કટર’નો ઉપયોગ કર્યો. આ સમગ્ર ઘટના નજીકના બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા અને ચંદ્રાવતને પકડી લીધો.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી ચંદ્રાવતે જણાવ્યું કે તે તેની ગર્લફ્રેન્ડની માંગણી તેને મળતા પગારથી પૂરી કરી શકતો ન હતો તેથી સરળ પૈસા કમાવવા તેણે ચેઇન સ્નેચિંગ શરૂ કર્યું.