Ahmedabad : ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને હાંકી કાઢીને પોલીસે માસ્ટર માઈન્ડ લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળામાં ડિમોલિશનની કાર્યવાહી અંગે વધુ વિગતો સામે આવી છે. અહીં ઝૂંપડામાં રહેતા લોકોને વૈકલ્પિક આવાસ ફાળવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2010ની પોલીસી પ્રમાણે લોકોને EWS આવાસ ફાળવાશે.
ચંડોળામાં ડિમોલિશનની કામગીરી દરમિયાન અનેક ઝૂંપડા તોડી નાંખવામાં આવ્યાં છે.પરંતુ ત્યાં રહેતા ભારતીય નાગરિકોના ઝૂંપડા તોડી નાંખવાનો આક્ષેપ થયા બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ચંડોળામાં 2010ની પોલિસી મુજબ EWS આવાસ ફાળવાશે. અહીં 2010 પહેલાથી રહેતા લોકોને મકાન ફાળવાશે. લોકોને મકાન ફાળવવા માટે પહેલા સરવે કરવામાં આવશે. ત્યાર બાદ જ મકાનની ફાળવણી કરાશે.
ડ્રોન સર્વેની કામગીરી પણ પૂર્ણ કરાઈ
ચંડોળામાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ચાર હજાર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત ત્યાં ડ્રોન સરવેની કામગીરી પણ પૂર્ણ કરાઈ છે. અત્યાર સુધી 1.5 લાખ ચો.મી જગ્યા ખાલી કરાવાઇ છે અને આગામી સમયમાં 2.5 લાખ ચો.મીમાં દબાણ હટાવાશે.2015માં કલેકટર ઓફિસ દ્વારા સરવે કરાયો તેમાં 8 હજાર જેટલા ઝૂપડા હતા.હાલ માં આશરે 14 હજાર જેટલા ઝૂપડા છે. જે પૈકી 4000 ઝૂપડા તોડી પડાયા છે.
આ પણ વાંચો..
- Gujarat: તેઓ કેવા પત્રકાર છે? ભાવિ CJI એ આવા પ્રશ્નો કેમ પૂછ્યા? કપિલ સિબ્બલે FIR પછી FIR ગણવાનું શરૂ કર્યું
- આખરે Nepal સરકારને નમવું પડ્યું, સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યો
- Horoscope: જાણો કેવો રહેશે આજે મંગળવાર, કોની પર રહેશે ગણેશજીની કૃપા
- France: ફ્રેન્ચ વડા પ્રધાન વિશ્વાસ મત ગુમાવી બેરોની સરકાર પડી
- Israel: ભારત-ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર થયા, હવે FTA માટે વાટાઘાટોનો માર્ગ ખુલશે