Ahmedabad : સ્વચ્છ શહેર બનાવાની નેમ લઈને બેઠેલા મ્યુનિ.ના અધિકારીઓ શહેરની ગંદકી અને સ્વચ્છતા જાળવવામાં કોઈ રસ ન દાખવતા શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે.જેમાં આ વચ્ચે ગોમતીપુર વોર્ડ 38માં આવેલા વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર દ્વારા ડે.કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો નથી.
જેના કારણે લોકોને ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને લોકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે છતાં ન તો સફાઈ કર્મચારીઓ ન તો હેલ્થ વિભાગના અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી. તેમજ ઉપરી અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે.
પૂર્વના વિવિધ વિસ્તારોમાં અવારનવાર સફાઈ ન થવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા કરવામાં આવતી રહે છે. ગોમતીપુરના સયૈદ રિયાઝ હુસેનની ચાલી અને તેના આસપાસના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ગાડી અને સમગ્ર વિસ્તારમાં સફાઈ કામદારો અનિયમિત આવતાં હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સ્થાનિક મહિલા કોર્પોરેટર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છતાં અધિકારીઓ ધ્યાન ન આપતાં હોવાનું સામે આવ્યું છે.
લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે તેના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી રહેલી છે. મ્યુનિ.ના અધિકારીઓ સ્વચ્છ શહેરની વાતો માત્ર હવામાં હોય તેમ શહેરની ગંદકી દિવસે ને દિવસે ફેલાઈ રહી છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાની ફરિયાદ પણ સ્થાનિકો કરી રહ્યા છે.
આ પણ વાંચો..
- Virat kohli: વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી, સચિનના બે રેકોર્ડ તોડ્યા
- Money: 8મા પગાર પંચનું એક વર્ષ: શું ₹25,000નું પેન્શન ₹87,500 થઈ જશે? ‘ફિટમેન્ટ ફેક્ટર’ અંગે જાણો લેટેસ્ટ અપડેટ
- Jailer 2: થિયેટરમાં પ્રદર્શિત થયા બાદ, ‘જેલર 2’ (Jailer 2) હવે OTT પર ધૂમ મચાવવા માટે તૈયાર છે—શું તેમાં 30 મિનિટનું વધારાનું ફૂટેજ જોવા મળશે?
- Dhanteras: ધનતેરસની સાંજે ચાર વાટવાળો દીવો (ચૌમુખી દીવો) શા માટે પ્રગટાવવામાં આવે છે? ‘યમ દીપક’ (યમરાજ માટેનો દીવો) પ્રગટાવવાનો યોગ્ય સમય અને દિશા જાણો.
- Akhilesh yadav: “જ્યારે હું ચૂંટણી નથી લડતો, ત્યારે હું મુખ્યમંત્રી બનું છું…” વારાણસીમાં અખિલેશ યાદવનું નિવેદન




