Ahmedabad: આજ કાલ અમદાવાદમાં સ્પીડના લીધે ગાડીઓ વચ્ચે અને અન્ય કારણોસર મોટા વાહનો વચ્ચે અકસ્માતના બનાવ છાશવારે બનતા રહે છે.
આજે બાવળા-બગોદરા હાઈવે પર જયપુર જેવો અકસ્માત થયો છે. ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ લાગી છે. આગ લાગતા બે વ્યક્તિના મોતની આશંકા છે. એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે. રોહીકા ચોકડી નજીક બનાવ બન્યો છે. બનાવને લઈને વધુ વિગતો બહાર આવશે.