Ahmedabad: અમદાવાદમાં પોલીસની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. જે બાદ સ્થાનિકોએ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના ગંભીર આરોપ લગાવ્યાં હતા.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત થયા બાદ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન સ્થાનિકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી હતી. જેના કારણે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવશે. કારમાંથી જે સીરપની બોટલ મળી છે, તે મામલે પણ પોલીસ તપાસ કરશે અને કાયદાકીય પગલા લેશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અક્સમાત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતાં આ ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ લોકો પોલીસની આવી બેદરકારીભરી કામગીરી લઈને અનેકો સવાલ ઉભા કરી રહી છે, ત્યારે જોવાનું રહેશે કે આ મામલે શું પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો
- bangladesh: બાંગ્લાદેશમાં ભારતના હાઇ કમિશનરને કેબિનેટ મંત્રીનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે?
- crude oil: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને બજારમાં તેજી વચ્ચે ડોલર સામે રૂપિયો મજબૂત
- dhurandhar: શું ‘ધુરંધર’નો ₹3,200 કરોડનો રેકોર્ડ તોડી શકાય? ટ્રેડ નિષ્ણાતો માને છે કે ‘રામાયણ’ આમ કરી શકે છે
- Passport: વિદેશ યાત્રા મોંઘી થશે: પાસપોર્ટ ફીમાં 1 જુલાઈથી અમલમાં ફેરફાર
- Chhota Udaipur: તાંત્રિક વિધિને કારણે પાડોશીની પત્નીની હત્યા, આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ




