ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા વારે વારે રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ છે. તેમજ જયપુર-રતલામ માર્ગ પરથી Ahmedabadમાં ડ્રગ્સ લેવાયુ હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 1 કરોડની આસપાસ હોવાનું સામે આવ્યુ છે.
ડ્રગ્સ પેડલરની નવી મોડ્સ ઓપરેન્ડી આવી સામે
અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. સરખેજમાં કારના ટાયરમાં ડ્રગ્સ સંતાડીને હેરાફેરી કરાતી હતી.
પોલીસે 1 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા ઇકોના ટાયરમાં છુપાવીને રાખેલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે.
નવા જમાનાના ડ્ગ્સ પેડલર ડ્રગ્સની સમુળગીન્ગ કરવા માટે નવા-નવા હથકંડા અપનાવતા હોય છે ત્યરે આ ફેરી પણ એવુજ કૈક જોવા મળ્યું છે. ઈકો ગાડીમાં સંતાડી પરચુરણ સામાન સાથે ડિલિવરી કરવાંમાં અવની હતી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને રસ્તામાં દબોચી લેવામાં આયા અને આ ડ્રગ્સ નામનું ઝેર લોકો માં ફેલાવાથી અટક્યું. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સહિતના દૂષણને કાબુમાં કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેડલર્સને શોધવા માટે અને આ નેટવર્કને તોડવા માટે તપાસ હાથ ધરી છે.