પાદરા-Vadodara રોડ પર એક કંપનીની પાછળ ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી ૧૬ જુગારીઓને ઝડપી પાડયા હતા જયારે નવ જુગારીઓ નાસી ગયા હતાં. પોલીસે કુલ રૂા.૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Vadodara:જુગારના અડ્ડાના બે સંચાલક સહિત ૧૬ની રૂા.૨.૪૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ: બે પાર્ટનર સહિત ૯ ફરાર
Vadodara: આ અંગેની વિગત એવી છે કે પાદરા-વડોદરા સ્ટેટ હાઈવે પર આવેલી વેસ્ટર્ન ઇન્ડિયા સિરામીક પ્રા.લી. કંપની પાછળના એક ખુલ્લા ખેતરમાં લાકડા પર તાડપત્રી બાંધી નીચે ખુલ્લી જગ્યામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલે છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જુગારીઓને પોલીસે સ્થળ પરથી કુલ ૧૬ જુગારીઓને ઝડપી પાડયા હતાં.
તેઓની અંગજડતી કરતા રોકડ રૂા. ૭૨૨૮૫ તેમજ દાવ પરની રોકડ રૂા. ૨૫૫૦૦ મળી કુલ રૂા.૯૭૭૮૫ | રોકડ, ૧૬ મોબાઇલ અને એક ટુ વ્હિલર મળી કુલ રૂા.૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્ટેટ વિજિલન્સે – જુગારધામ ચલાવનાર યુસુફ કાલુભાઇ મલેક (રહે. ઉમીયાવાળી સામે, પાદરા) અને તેનો પાર્ટનર મુનાફ હબીબભાઈ મેમણ (રહે.મહાબલીપુરમ, તાંદલજારોડ, વડોદરા) સહિત વડોદરા અને નજીકના ગામોમાં તેમજ વિસ્તારોમાંથી જુગાર રમવા આવેલા કુલ ૧૬ શખ્સોને ઝડપી પાડયા હતાં.
જ્યારે જુગારધામ ચલાવનાર અન્ય કૌશિક ઉર્ફે ગજી ડોડીયા (રહે.ગોવિંદપુરા, તા.પાદરા), ફારૂક કાલુભાઈ મલેક (રહે.રીફાઈ સોસાયટી, જાસપુરરોડ, પાદરા) સહિત ૧ નવ શખ્સો ફરાર થઇ જતાં પોલીસે તેઓને વોન્ટેડ ડ જાહેર કર્યા હતાં. સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કેસ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ તેની તપાસ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવી છે. કેટલાં સમયથી જુગારનો અડ્ડો ચાલતો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.