બોલિવૂડના ઘણા સ્ટાર્સ કેન્સરથી બીમારીની ઝપેટમાં આવ્યા છે અને આ બીમારીને માત પણ આપી છે. તેમાં મનીષા કોઈરાલા પણ સામેલ છે, જેણે આ બીમારીને માત આપીને ફરીથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે કેન્સર સાથેની તેની લડાઈએ તેને તેના સંબંધો વિશે અહેસાસ કરાવ્યો. જ્યારે તેને કેન્સર થયું તે સમયે જે મિત્રો પર તે વિશ્વાસ કરતી હતી, પણ તે લોકોએ સાથ છોડી દીધો. આ મુશ્કેલ સમયમાં તેની પાસે માત્ર પરિવાર હતો. પરંતુ તે પણ મળવા ન આવ્યા.
મનીષા કોઈરાલાએ જણાવ્યું કે, કેવી રીતે મુશ્કેલી સમયમાં મિત્રો અને પરિવારની સાથે સંબંધો બદલાય ગયા. તેને જણાવ્યું કે, આ એક સફર હતી, જેમાં શીખવા મળ્યું અને અનુભવ પણ થયો. મને એવું હતું કે મારા ઘણા મિત્રો છે. મેં વિચાર્યું હતું કે કોઈની સાથે પાર્ટી કરીશ, કોઈની સાથે ફરવા જઈશ, કોઈના સાથે મસ્તી કરીશ.એ લોકો મારા દુઃખમાં ભાગીદાર હશે. પરંતુ એવું ના થયું. મને અહેસાસ થયો કે, હવે મારી પાસે પરિવાર જ છે.
પોતાના પરિવાર વિશે વાત કરતાં મનીષા કોઈરાલાએ કહ્યું, ‘તે સમયે મને લાગ્યું કે મારો કોઈરાલાનો ઘણો મોટો પરિવાર છે. પરંતુ કોઈ નહોતું. પરિવારમાં બધા સુખી છે. દરેક લોકો તેનો ભાર ઉઠાવી શકે છે. પરંતુ તે મારા માતા-પિતા, ભાઈ અને તેની પત્ની હતા.બીજું કોઈ નહોતું. વધુમાં તેને કહ્યું કે, મારી પ્રાયોરિટી મારા નજીકના લોકો છે પછી ભલે ગમે તે થઈ જાય. મારા જીવનમાં પહેલા એ લોકો આવે છે પછી બીજા લોકો આવે છે. તમને જણાવી દઈએ કે, મનીષા કોઈરાલાને 2012માં કેન્સર થયું હતું. ન્યૂયોર્કમાં તેની સારવાર કરાવી હતી. જ્યાં તે ત્રણ વર્ષમાં સાજી થઈ ગઈ હતી.