દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન બાદ પહેલીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ દિવસોમાં અભિનેત્રી સિંઘમ 3ના શૂટિંગમાં પણ વ્યસ્ત જોવા મળે છે. આ દરમિયાન રેડિટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અ ભિનેત્રીનું એક નાનું બેબી બમ્પ જોવા મળી રહ્યું છે. અસ્પષ્ટ તસવીરમાં, અભિનેત્રીને સીડીઓથી નીચે આવતી જોઈ શકાય છે, જ્યાં તેની સાથે રણવીર સિંહ પણ હાજર છે. ફોટામાં રણવીર સિંહ સફેદ લુકમાં છે તો દીપિકા પિંક કુર્તા અને ડેનિમમાં જોવા મળી રહી છે…

રેડિટ પર આ તસવીર શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું, દીપિકા રણવીરની તાજેતરની તસવીર. દીપિકાનો નાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ તસવીર પર પ્રેમ વરસાવતા એક યુઝરે લખ્યું, છોટાબેબી બમ્પ, ભગવાન તેમને આશીર્વાદ આપે. અન્ય એક યુઝરે લખ્યું, દંપતી પર ભગવાનના આશીર્વાદ. ત્રીજો યુઝર આ તસવીર વેકેશનની હોવાનું જણાવી રહ્યો છે.

જો કે, આ તસવીર વાઈરલ થાય તે પહેલા સમાચાર સામે આવ્યા હતા કે રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પરથી તેના લગ્નની તસવીરો ડિલીટ કરી દીધી છે.જો કે, દીપિકા સાથેની તેની અન્ય ઘણી તસવીરો હજુ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છે. જોકે, આ સમાચારથી ચાહકો ચોંકી ઉઠ્યા હતા.તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ફેમિલી અને મિત્રોની હાજરમીમાં લગ્ન કર્યા હતા..થોડા મહિના પહેલા જ કપલે પ્રેગન્નસીની જાહેરાત કરી હતી..

તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ ગયા વર્ષે બે સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. જેમાં શાહરૂખ ખાનની ‘જવાન’ અને ‘પઠાણ’ સામેલ હતી. હવે અભિનેત્રી પાસે ઘણા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ પણ પૂર્ણ કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી મહિલા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત અભિનેત્રીનો પતિ રણવીર સિંહ પણ છે.