AI દ્વારા વામિકાના વીડિયો પર આલિયાનો ચહેરો સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો
વામિકાએ થોડા દિવસો પહેલા આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તે લાલ સાડી પહેરેલી જોવા મળી હતી. ખરેખર, આ લુકમાં તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી.

કોઈએ આ વીડિયો સાથે છેડછાડ કરીને તેમાં આલિયાનો ચહેરો નાખીને વાઇરલ કરી દીધો છે. હવે આલિયાનો ફેક વીડિયો સામે આવતાં ફરી એકવાર AI ટેક્નોલોજીની ટીકા થઈ રહી છે.

આલિયા બીજી વખત ડીપફેકનો શિકાર બની
આ પહેલા પણ આલિયા ભટ્ટનો એક ડીપફેક વીડિયો સામે આવ્યો છે. તે ડીપફેક વીડિયોમાં સફેદ અને વાદળી ફ્લોરલ ડ્રેસ પહેરેલી એક છોકરી બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી. AI ટૂલની મદદથી વીડિયોમાં આલિયાના ચહેરાનો એટલો સ્પષ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે કે એક નજરમાં છોકરી આલિયા ભટ્ટ જેવી લાગે છે. જો કે તેની એક્શન અને બોડી પોસ્ચર પરથી અંદાજ લગાવી શકાય છે કે વીડિયો ફેક છે.