મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના આગેવાનોને આ સેવાકાર્યમાં અનુદાન આપવા અપીલ.

મોરબી જીલ્લાના પાટીદાર સમાજના દિકરા તથા દિકરીઓ અમદાવાદમાં રહીને અભ્યાસ કરી શકે તે હેતુસર અમદાવાદના હાર્દ સમા નવરંગપુરા, સ્ટેડીયમ પ રસ્તા વિસ્તારમાં મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ઉમા વિદ્યાર્થી ભવનના બિલ્ડીંગની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં ૧૦૩૨ ચોરસ વાર જમીનમાં ત્રણ માળના ૧૬૫૦૦ ચોરસ કુટના બાંધકામમાં ૩૬ રૂમ છે.
મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટની સ્થાપના ૧૯૭૭ માં કરવામાં આવી હતી. જેમાં સંસ્થાનાં સ્થાપક અને આર્યપુરુષો સ્વ.જયરાજભાઈ એ. પટેલ, સ્વ. ઓ.આર. પટેલ, સ્વ. ડો.આંબાલાલ પટેલ, સ્વ. કાનજીબાપા હોથી, સ્વ. એ.એમ.પટેલ તથા સમાજનાં અન્ય શ્રેષ્ઠિઓનાં સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવી હતી.
આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે – સાથે આરોગ્ય માટે ઉમા મેડીકલ, ઉમા લેબોરેટરી, ઉમા કલીનીક (રાહતદરે)ની સ્થાપના કરતા સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી. સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ સાથે સરકારનાં વિવિધ ખાતાઓમાં જી.પી.એસ.સી./યુ.પી.એસ.સી. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉચ્ચ હોદાની નોકરી પ્રાપ્ત કરી શકે એ હેતુસર “પાટીદાર કરીઅર એકેડેમી’ (નિઃશુલ્ક)ની સ્થાપના કરવામાં આવી.
આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા ઉમા સંસ્કાર ધામમાં (સમાજવાડી) એકી સાથે મોટા બે પ્રસંગ થઇ શકે તેવા બે લગ્ન હોલ તેમજ ર૪ રૂમનું ઉમા અતિથિગૃહ, ઉમા રંગભવન, ઉમિયા માતાજીનું મંદિર તથા ઉમા આદર્શ લગ્ન હોલનું લજાઈ ખાતે નિર્માણ કરીને મોરબીનાં સમાજની વર્ષો જૂની જરૂરીયાત પૂર્ણ કરવા માટેનું સ્વપ્ન પૂરુ કરેલ છે.
નવરંગપુરા વિસ્તારમાં યુર્નિવસીટી અને ઘણી બધી કોલેજો આવેલ છે. આ વિદ્યાર્થીભવનમાં રહીને દિકરા દિકરીઓને આવવા જવા માટે મેટ્રોટ્રેનની અને સીટીબસની પણ ખુબ સરસ સુવિધા છે. આ વિદ્યાર્થીભવન નવા થતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ શરૂ કરવામાં આવશે.
Read This Latest News:-
- Virat Kohli બાબર આઝમને પાછળ છોડી દેશે! આ IPLમાં જ અદ્ભુત ઘટના બનશે
- Delhi High Court એ આ આધાર પર બળાત્કારના કેસમાં એક પુરુષને નિર્દોષ જાહેર કર્યો, 10 વર્ષની જેલની સજા
- Mandalay Myanmar ભૂકંપમાં બચાવ કાર્યમાં લાગેલી ભારતીય ટીમે મ્યાનમારનું દિલ જીતી લીધું, લોકો તેને બિરદાવી રહ્યા છે
- America એ તેના કર્મચારીઓને એક વિચિત્ર આદેશ જારી કર્યો, ચીની લોકો સાથે રોમેન્ટિક સંબંધો બાંધવા પર પ્રતિબંધ
- Godhra ફટાકડા વેચાણ થતા દુકાનો પર તંત્રના દરોડા, વેપારીઓમા દોડધામ