Gujarat: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને કચેરીઓમાં કાર્યરત 25 મુખ્ય અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. આ સંદર્ભે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂકો

બદલીઓ અને નવી નિમણૂકોની વિગતો: રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, વિવિધ નગરપાલિકાઓ અને પ્રાદેશિક કમિશનર કચેરીઓમાં વહીવટી સુવિધા માટે આ બદલીઓ કરવામાં આવી છે.

• સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રવિકાંત પટેલની માણસા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી કરવામાં આવી છે.

• વેરાવળ-પાટણના મુખ્ય અધિકારી પારસ મકવાણાને સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

• અંકલેશ્વરના મુખ્ય અધિકારી કેશવ કોલડિયાને પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી (સુરત ઝોન), કલોલના નીતિન બોડાટને અમદાવાદ ઝોન, માણસાના સતીષ પટેલને ગાંધીનગર ઝોનમાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના રૂપલ ખેતિયાને રાજકોટ ઝોનના રિજનલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.