Gauri Desai AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે આજે ગોંડલમાં ભગતપુરા પાર્ક ખાતે આવેલા સરસંગ પાર્કમાં રોડ,રસ્તા અને પાણીના પ્રશ્નો સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. આ પ્રશ્નો જીગીશાબેન પટેલ સુધી પહોંચ્યા હતા અને તેઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા ત્યાં ગયા હતા. તે દરમિયાન અમુક તત્વો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને મોટી મોટી ગ્રાન્ટ મળવા છતાં પણ ત્યાં સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી. પ્રશ્નો હલ થતા નથી. અને જ્યારે કોઈ નેતા સ્થાનિક લોકોના પ્રશ્નો હલ કરવાની ભાવના સાથે આગળ વધે છે, ત્યારે આવી રીતે હુમલા કરાવવામાં આવે છે.
હું આ વિડિયોના માધ્યમથી કહેવા માંગું છું કે BJP ના નેતાઓ જનતાના પૈસાનો દુરુપયોગ કરે છે. પરંતુ જ્યારે આજે જીગીશાબેન પટેલે પ્રશ્નો હલ કરવા માટે સ્થાનિક કોર્પોરેટરને ફોન કર્યો, ત્યારે તેમની ત્યાં જવાની જાણ માત્ર તે કોર્પોરેટરને જ હતી. ત્યારબાદ અમુક લોકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો. અમારી એક જ માંગ છે કે જેમણે આ હુમલો કર્યો છે તેમના સામે તાત્કાલિક કાયદેસરની ફરિયાદ નોંધાઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે. લોકો આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ આપે છે. આમ આદમી પાર્ટી(AAP) કોઈ પણ હુમલાથી કે કેસોથી ડરવાની નથી. અમે જનતાના પ્રશ્નો માટે હંમેશા ઊભા રહી લડત લડતા રહીશું અને લોકોના વિશ્વાસને જાળવી રાખીશું. ભારતીય જનતા પાર્ટીએ જે પણ કુકર્મો કર્યા છે તેના સામે અમે કાનૂની અને લોકશાહી રીતે લડત ચાલુ રાખીશું.





