Surat: શુક્રવારે સાંજે સુરતના સરથાણા વિસ્તારમાં એક ભયાનક ઘટના બની. સરથાણા જકાતનાકા નજીક આવેલા ગેસ્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સના 9મા માળેથી એક યુવાન ફિઝિયોથેરાપિસ્ટે છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. કાફેમાં બેઠેલી મહિલા અચાનક ખુરશી પરથી ઉભી થઈ અને નીચે કૂદી ગઈ, જેના કારણે ગભરાટ ફેલાયો.
કાફેમાં બેઠા પછી અચાનક અંતિમ પગલું ભર્યું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરથાણાના વાલક પાટિયા વિસ્તારની રહેવાસી 27 વર્ષીય રાધિકા કોટડિયા ફિઝિયોથેરાપિસ્ટ હતી અને પોતાનું ખાનગી ક્લિનિક ચલાવતી હતી. શુક્રવારે સાંજે રાધિકા સરથાણાના જકાતનાકા સ્થિત ગેસ્ટ કોમ્પ્લેક્સમાં ગઈ હતી. તે 9મા માળે “ચાય પાર્ટનર” નામના કેફેમાં બેઠી હતી. થોડીવાર પછી, કોઈ શું થઈ રહ્યું છે તે સમજે તે પહેલાં તે અચાનક ખુરશી પરથી ઉભી થઈ અને સીધી નીચે કૂદી પડી.
ઘટનાસ્થળે દુ:ખદ મૃત્યુ
9મા માળેથી પડી જવાથી રાધિકા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જોકે, ૧૦૮ ટીમે તપાસ બાદ છોકરીને મૃત જાહેર કરી હતી.
તાજેતરમાં જ સગાઈ થઈ હતી.
ઘટનાની જાણ થતાં સરથાણ પોલીસ અને મૃતકનો પરિવાર સ્થળ પર પહોંચ્યો હતો. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છેકે, રાધિકાની હાલમાં જ સગાઈ થઈ હતી. જો કે, હુજ સુધી તેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે તેનો મોબાઈલ જપ્ત કર્યો છે અને પરિવાર અને મિત્રોના નિવેદનો નોંધી રહી છે.
આ પણ વાંચો
- Madhya Pradesh: ‘સાહેબે કામનું ભારણ વધાર્યું, મધ્યપ્રદેશમાં બે BLO ના મોત
- SIRનું કામ રાષ્ટ્રીય કામ હોય તો ભાજપ, કોંગ્રેસ અને AAPને પણ કામ સોંપો: Gopal Italia
- Surat: દીકરી-જમાઈના ઘરકંકાસથી કંટાળી સસરાએ જમાઈની કરી હત્યા
- Railway bharti 2025: 10મું પાસ ITI ધારકો માટે પરીક્ષા વિના રેલવેમાં નોકરીની તકો, 4000થી વધુ જગ્યાઓ ખાલી
- Surat: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ વિદ્યાર્થિનીએ નવમાં માળેથી કૂદી કર્યો આપઘાત, મોતનું કારણ અકબંધ





