Amreli News: અમરેલી જિલ્લાના બગસરા ખાતે ST બસ સ્ટેન્ડ નજીક એક યુવકની લાશ મળતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મોહાલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને કબજે લઈ આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતીનુસાર, મૃતક યુવની ઓળખ ધાીરુ ખીમસુરિયા (વર્ષ 30) તરીકે કરવામાં આવી છે.ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને બગસરા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો હતો.
પ્રથમિક તપાસ, મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વધુ તપાસ માટે મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો છે.પોલીસે આ મામલે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધીને યુવકની મોત પાછળ હત્યા અથવા તો અકસ્માત કે અન્ય કોઈ કારણ હોવા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા શરૂ કર્યુ છે. જો કે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ દ મોતનું સાચુ કારણ બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિવસે-દિવસે હત્યા અને આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સરકાર અને પોલીસે ગુનોખોરીને ડામવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
આ પણ વાંચો
- jailer 2: ‘જન નાયગન’ પછી, શું રજનીકાંતની ‘જેલર 2’ હવે લીક થઈ ગઈ છે? નિર્માતાઓએ ચેતવણી આપી
- mukesh ambani: મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી નંબર 1 સ્થાન પર પહોંચ્યા – તેમણે આ કેવી રીતે કર્યું તે અહીં છે
- mayawati: ‘મહિલા અનામતના મુદ્દા પર કોંગ્રેસ કાચિંડાની જેમ રંગ બદલી રહી છે’; માયાવતીએ સપા પર પણ પ્રહાર કર્યા
- pm modi: મહિલા અનામત: ચાલો આજે ઇતિહાસ રચીએ… મતદાન પહેલાં પીએમ મોદીની પોસ્ટ; વિરોધી પક્ષોને અપીલ
- Gujarat: તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર, સૌથી ગરમ શહેરમાં સ્થિતિ ખરાબ, જાણો કઈ તારીખે ગરમીથી રાહત મળશે





