Ahmedabad: અમદાવાદમાં પોલીસની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. જે બાદ સ્થાનિકોએ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના ગંભીર આરોપ લગાવ્યાં હતા.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત થયા બાદ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન સ્થાનિકોએ જ્યારે 112 જનરક્ષક ગાડીની અંદર તપાસ કરી ત્યારે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની એક બોટલ મળી હતી. જેના કારણે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર ડ્રાઈવરની મેડિકલ તપાસ કરવામાં આવશે. કારમાંથી જે સીરપની બોટલ મળી છે, તે મામલે પણ પોલીસ તપાસ કરશે અને કાયદાકીય પગલા લેશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના જ વાહન દ્વારા અક્સમાત સર્જાતા અને તેમાં નશાના પદાર્થની શંકાસ્પદ બોટલ મળી આવતાં આ ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ લોકો પોલીસની આવી બેદરકારીભરી કામગીરી લઈને અનેકો સવાલ ઉભા કરી રહી છે, ત્યારે જોવાનું રહેશે કે આ મામલે શું પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો
- Defence: સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં DRDO શસ્ત્રોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, ‘સુદર્શન ચક્ર’ પર મુખ્ય અપડેટ
- Iranમાં હિંસક વિરોધ પ્રદર્શન: સરકાર પરિવર્તનની માંગ, લોકો રસ્તા પર કેમ ઉતરી રહ્યા છે?
- Ahmedabad: 31મી ઉજવણી સજામાં ફેરવાઈ, અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો, 9 યુવાનોની ધરપકડ
- Bangladesh: વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, યુવકે તળાવમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો
- National News: દેશની પહેલી બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ થી સુરતથી બીલીમોરા રૂટ પર દોડશે.





