Horrible accident: રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના 6 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે અને તે તમામ લોકોની હાલત ગંભીર છે.
માહિતી મુજબ, આ દૂર્ઘટના રવિવાર સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામમાં બની હતી. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાના આશરે 20 શ્રદ્ધાલુઓ એક ટેમ્પોમાં જોધપુર રામદેવરા જતાં હતા. આ દરમિયાન તેમનો ટેમ્પો અનાજની બોરીઓથી ભરેલા એક ટ્રેલર સાથે જોશભેર અથડાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે, 3 મહિલાઓના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ અકસ્માતમાં કૂલ 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ લોકોને બાલેસર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે મોકલ્યા બાદમાં તેમને જોધપુરની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતકોની ઓળખ
આ ગમખ્વાર અકસ્માત બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ નવ્યા (3 વર્ષ), ભૂપત સિંહ (40 વર્ષ) અને કાશિયા બાઈ (60 વર્ષ) તરીકે થઈ છે. હાલમાં 14 ઘાયલો MDM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું છે.
આ પણ વાંચો
- Bhavnagar: પ્રેમ, લિવ-ઇન અને પછી લગ્ન, પણ લગ્નના કલાકો પહેલા જ સાજને સોનીની કરાઈ હત્યા
- Narmada: આદિવાસી ગૌરવ દિવસે, નર્મદામાં 9700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન,2000 કરોડની કલ્યાણકારી યોજના પણ શરૂ કરાઈ
- Ahmedabad: પીડિતાએ ફરિયાદ ન કરી હોવાનું કહેતા ગુજરાત હાઇકોર્ટે પુરુષ સામેની પોક્સો FIR રદ કરી
- ISRO આ નાણાકીય વર્ષમાં અવકાશયાનનું ઉત્પાદન ત્રણ ગણું કરશે, વધુ સાત લોન્ચની તૈયારી કરી રહ્યું છે
- Morbi ના સિરામિક ઉદ્યોગને નુકસાન પહોંચાડવાની ચીનની ચાલાકી વૈશ્વિક ધોરણો પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ





