Surat:: સુરતમાં ગે ડેટિંગ એપ મારફતે સમલૈંગિક યુવકોને નિશાન બનાવી ઠગાઈ કરતી ટોળકી ફરી સક્રિય બની છે. તાજેતરમાં ત્રણ શખ્સોએ એક રત્નકલાકારને એપ દ્વારા ચેટિંગ કરીને મળવા બોલાવી રોકડ, મોબાઈલ અને બાઈક લૂંટી લીધી હતી. પીડિતની ફરિયાદ બાદ વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શું છે આખો કેસ?
માહિતી મુજબ, કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર ગે ડેટિંગ એપ પર મિત્રતા કરતો હતો. તે દરમિયાન એક અજાણ્યા યુવક સાથે સંપર્ક થયો હતો. 18મી ઓગસ્ટે યુવકે તેને વરાછા મારુતિ ચોક પાસે મળવા બોલાવ્યો. બાઈક લઈને પહોચેલા રત્નકલાકારને એક યુવકે ચપ્પુ બતાવી ગલીમાં ચોથા માળે લઈ ગયો, જ્યાં બીજા બે યુવકો હાજર હતા. ત્રણેયે મળીને તેને ધમકાવી 50 હજારની માંગ કરી.
રત્નકલાકારે પૈસા નથી કહ્યું ત્યારે તેનો વીડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ તેની મોબાઈલમાંથી 5 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, ફોન છીનવી લીધો અને 80 હજારની બાઈક લઈને ફરાર થઈ ગયા.
પોલીસની કાર્યવાહી
રત્નકલાકારે તરત જ વરાછા પોલીસ મથકે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી. પોલીસે અર્શિત સાખંટ અને દીપેન રાઠોડને પકડી લીધા છે જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. તપાસમાં સામે આવ્યું કે અર્શિત સામે 2024માં હત્યાનો ગુનો નોંધાયેલો છે, જ્યારે દીપેન સામે જૂનાગઢ માળિયા હાટીના પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો
- S. Jaishankar: આપણે નહીં, ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે’, વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા અને યુરોપ પર નિશાન સાધ્યું
- Pm Modi: pm મોદીએ મેક્રોન સાથે વાત કરી, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં શાંતિપૂર્ણ ઉકેલ અંગે ચર્ચા કરી
- Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૮ ટકા વરસાદ વરસ્યો
- Imran khan: ઈમરાન ખાનને તે કેસમાં જામીન મળ્યા જેમાં તેમણે આસીમ મુનીર પર સીધો કેસ કર્યો હતો
- Asia cup: સરકારે ભારત-પાકિસ્તાન મેચને લીલી ઝંડી આપી, એશિયા કપમાં મેચ યોજાશે