Raju Karpada AAP: છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહી છે. આમ આદમી પાર્ટીને જનતા તરફથી જે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે તેના આધારે કહી શકાય છે કે લોકો આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે. આજે ગુજરાતના દરેક સમાજના, જાતિના, ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આ સાથે સાથે બીજી પાર્ટીઓમાં જે ઈમાનદાર લોકો છે તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇને જનતાની સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે. આ ઈમાનદાર લોકોની યાદીમાં વધુ અનેક નામ જોડાવા જઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર લોકસભાની લીમડી વિધાનસભામાં ખૂબ જ મોટો જોઇનિંગનો કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રના લીમડી શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલ સિંગલ, ફરિયાદ સેલ પ્રમુખ નટુભાઈ ઝાલા, ભરતભાઈ ઓબીસી સેલ પ્રમુખ, હસ્મિતાબા મહિલા પ્રમુખ, નિલેશભાઈ સોશિયલ મીડિયા પ્રમુખ, અયુબભાઈ લઘુમતી સેલ પ્રમુખ, રતિભાઈ મારુ એસ.સી. સેલ પ્રમુખ, કિરીટસિંહ રાઠોડ મહામંત્રી લીમડી શહેર, કે કે રાણા ઉપપ્રમુખ, બાવલ ભાઈ વાલેરા સંગઠન મંત્રી સહિતના તમામ નેતાઓ આજે “આપ નેતા રાજુભાઈ કરપડા ના હાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોડાયા હતા. આ તકે પ્રદેશ પ્રવક્તા વિક્રમભાઈ દવે, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા, લોકસભા ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા, વઢવાણ શહેર પ્રભારી દીપકભાઈ, સતિષભાઈ, રાણા સાહેબ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.