Anand: આણંદના બાકરોલ વિસ્તારમાં આવેલા તળાવ પાસે આજે સવારે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલાની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
પૂર્વ કાઉન્સિલરની હત્યા – કારણ હજી અકબંધ
માહિતી મુજબ ઈકબાલ મલેક સવારે વોક માટે બાકરોલ તળાવ પર ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓને કારણે ઈકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસએ ગુનો નોંધીને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.
કોંગ્રેસમાં શોકનો માહોલ
પૂર્વ કાઉન્સિલરની હત્યાની ખબર મળતા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવને કારણે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને લોકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો
- Commonwealth Games: ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ થતાં સ્વિસ નિષ્ણાત અમદાવાદના સ્થળોની સમીક્ષા કરવા પહોંચ્યા
- Ahmedabad માં ટેલિગ્રામ ‘હોટેલ રિવ્યૂ’ ટાસ્ક કૌભાંડમાં બીકોમના વિદ્યાર્થીએ ₹7 લાખની છેતરપિંડી કરી
- ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયત યોજી રહી છે: Isudan Gadhvi
- રમતમાં બટન સેલ ગળી ગયેલા પાંચ મહીનાના બાળકને Ahmedabad Civil Hospitalના ડોક્ટર્સે બચાવ્યો
- Chota Udaipur: માતાએ 8 મહિનાની પુત્રીને ટાંકીમાં ડુબાડી, પછી પોતે આત્મહત્યા કરી





