Air India Flight Cancelled: એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે. આ એ જ રૂટ છે જેના પર AI-171 ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-159 અમદાવાદથી બપોરે 1.10 વાગ્યે ઉપડવાની હતી. લંડનમાં તેનો આગમન સમય સાંજે 6.25 વાગ્યે જણાવવામાં આવ્યો હતો.
12 જૂનને અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના આસું હજુ સુકાયા નથી ત્યાં અમદાવાદમાં વધુ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર AI -159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1.10 કલાકે અમદાવાદથી લંડન જવા માટે ટેકઓફ થવાની હતી. તે દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ફ્લાઈટ ટેક ઓફના માત્ર થોડાક જ કલાકોમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. સદનસીબેે, સમયસર આ ખામી પર ધ્યાન આવતાં વધુ એક મોટી દૂર્ઘટના થતાં ટળી છે. સાથે જ નિર્દોષ મુસાફરોનો જીવ પણ બચી ગયો છે. જો કે, આ ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લંડન જવા નીકળેલા કેટલાય યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
આ પણ વાંચો
- Shefali: હિન્દુસ્તાની ભાઉ શેફાલી જરીવાલાને યાદ કરીને ભાવુક થઈ ગયા, પોસ્ટમાં લખ્યું – તેરે નામ કી રાખી બાંધી
- ‘ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મુખ્ય આક્રમક હથિયાર હતું’, DRDO વડાનું મોટું નિવેદન
- France: મેક્રોન પોતાનું શબપેટી તૈયાર કરે… ફ્રેન્ચ રાષ્ટ્રપતિને કોણે ધમકી આપી?
- Hritik roshan: ફિલ્મ એક, રનટાઇમ બે… ઋતિક રોશન હિન્દી દર્શકોને શું અલગ બતાવવા જઈ રહ્યો છે?
- Japan: ડ્રેગન જાપાનથી ડરી રહ્યો છે… નવી હવાઈ શક્તિએ ચીનનો ગભરાટ વધાર્યો